જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ સોમવારે કહ્યું, "જ્યારે હું તેમના (વિપક્ષ) પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું, ત્યારે આ લોકોએ હવે કહેવાનું શરૂ કર્યું છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે 140 કરોડ દેશવાસીઓ આ મારો પરિવાર છે, જેમનુ કોઈ નથી એ પણ મોદીના છે અને મોદી તેમના છે. આજે દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો આ મોદી પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે."