મહેસાણામાં મતદાન ઘટવા પાછળ ગરમી અને પક્ષપલટુ નેતાઓ કારણભૂત રહ્યાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હોમ પીચ ગણાતા મહેસાણામાં લોકો મતદાન પ્રત્યે ઉદાસીન દેખાયા હતા. વડનગરમાં સવારથી મતદાન શરૂ થયું હતું પરંતુ અહીં દિવસમાં એક જ વખત પાણી આવે છે, એટલે પાણી આવવાના સમયે લોકો મતદાન કરવાનું છોડીને પાણી ભરવા જતા રહ્યા હતા. જેના કારણે અચાનક મતદાન ઓછું થયું હતું. વિસનગરમાં પટેલ મતદારોમાં ભારે ઉદાસીનતા જોવા મળી. સવાલા અને કંસારાકુઈ ગામમાં પણ ભારે નારાજગી જોવા મળી.
બપોરે 3.30 બાદ મતદાન ધીમું પડ્યું હતું, 50.32 ટકાથી વધીને મતદાન અત્યાર સુધી માંડ 50.40 ટકા સુધી પહોંચ્યું છે.
-
બારડોલી બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે 58.56 ટકા મતદાન નોંધાયું છે.
-
જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 42.09 ટકા નોંધાયું છે.