સુરત લોકસભાની ચુંટણી માટે ભાજપ- કોંગ્રેસના કાર્યકરો સામ સામે ભેગા થતાં કલેક્ટર કચેરીમાં પોલીસની હાજરીમાં જ ઘર્ષણ થઈ ગયું હતું. પહેલા મહિલા કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી અને છુટ્ટા હાથની મારામારી બાદ પુરૃષ કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષના કાર્યકરોને છોડવવા માટે પોલીસ વચ્ચે પડતાં પોલીસ લાચાર બની ગઈ હતી. કલાકો સુધી કલેક્ટર કચેરની બહાર ચાલેલા ડ્રામાના પગલે લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતા. આ બનાવમાં કેટલીક મહિલા કાર્યકરોના કપડાં ફાંડી નંખાયા કે વાળ ખેંચવા સુધીની ઘટના પણ બની હતી.સુરત લોકસભાની ચુંટણી માટે ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો એક સરખા સમય પર જ ફોર્મ ભરવા માટે કલેક્ટરકચેરી આવી પહોચંયા હતા. પહેલા ભાજપના ઉમેદવાર ટેકેદાર સાથે આવ્યા ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર અને ટેકેદારો આવતાં તેમને અટકાવવામાટે ગાડી આડી મુકી દેવામાં આવી હતી. બન્ને પક્ષના કાર્યકરો સામ સામે આવી જતાં એક બીજાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવાનું શરૃ કરવામાં આવ્યું હતું.