લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના અનુમાન પછી કોંગ્રેસે એનડીએને સત્તામાં પરત આવતી રોકવાની તૈયારી ઝડપી કરી લીધી છે. એવુ કહેવામાં આવે છે કે કોંગ્રેસે પરિણામ પહેલા જ ગઠબંધનને વધુ મજબૂત કરવા અને રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને પોતાના પાસા ફેકવા શરૂ કરી દીધા છે. કોંગ્રેસનુ માનવુ છ એકે જો એનડીએ બહુમતથી થોડી દૂર રહે છે તો આ પ્રકારની રણનીતિ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.
ચૂંટણી પછી અને પરિણામ પહેલા ગઠબંધનની રણનીતિ પર કોંગ્રેસની ટૉપ લીડરશિપ કામ કરી રહી છે. હાલ આ રણનીતિ પર અન્ય શક્યત ભાગીદારો સાથે ચર્ચા ચાલી રહી છે. સૂત્રોનુ માનવુ છે કે આ પ્રકારની વાતચીતમાં ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટી નેતા અહમદ પટેલ અને જયરામ રમેશ સામેલ છે.
કર્ણાટક ફોર્મૂલાની તૈયારી
સૂત્રોએ જણાવ્યુ કે કોંગ્રેસની ટૉપ લીડરશિપને આ પ્રકારનો પ્લાન સીનિયર વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ સુઝાવ્યો છે. તેમણે પાર્ટીને જણાવ્યુ કે જે રીતે ક કર્ણાટકમાં ચૂંટણી પછી અને અંતિમ પરિણામના ઠીક પહેલા કોંગ્રેસ અને જેડીએસએ ગઠબંધન કરી બીજેપીને સત્તામાં આવતી રોકી છે ઠીક એ જ રીતે કેન્દ્રમાં પણ આ પ્રયોગ સફળ થઈ શકે છે. પાર્ટીએ સિંઘવીને આ રણનીતિના કાયદાકીય પહેલુ પર કામ કરવાની જવાબદારી સોંપી છે.
લોકસભા ચૂંટણી પછી યૂપીમાં પેટાચૂંટણીની રેસ
સૂત્રોનુ કહેવુ છે કે આ દિશામાં પહેલુ પગલુ અન્ય દળોને એક સાથે લાવવાનુ અને આગામી 24 કલાકની અંદર પરિણામો દ્વારા પૂર્વ ગઠબંધનનુ એલાન કરવાનુ છે. એવુ કહેવાય રહ્યુ છે કે આ માટે ચર્ચા પહેલા જ શરૂ થઈ ચુકી છે. આ મહેતનનો મકસદ એ છે કે વિપક્ષના દળોની પહેલાથી જ ઘેરાબંદી કરી લેવામા આવે જેથી પરિણામ આવ્યા પછી અન્ય સહયોગીને શોધવા માટે બીજેપીની મુશ્કેલી પડે.
સૂત્રોનુ કહેવુ છે કે જો એનડી બહુમતથી દૂર રહે છે તો આગામી પગલુ એ હશે કે તેઓ સરકાર બનાવવાનો દાવો કરવા સાથે સાથે સર્વસહમતિથી એક નેતાની શોધ કરવામાં આવે. આ બિલકુલ એવો જ ફોર્મૂલા છે જેનાથી કોંગેસ અને જેડીએસે કર્ણાટકમાં બીજેપીને સરકાર બનાવતા રોકી હતી. બીજેપી કર્ણાટકમાં 104 સીટો સાથે સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી હતી. પણ 9 ધારાસભ્યોની કમીને કારણે સરકાર બનાવવામાં ચુકી ગઈ હતી.