પોલીસ સબ સલામતના દાવા કરી રહી છે ત્યારે અમદાવાદમાં જાહેરમાં ફાયરિંગ, હત્યા, લૂંટ સામુહીક બળાત્કાર જેવા બનાવો વધી રહ્યા છે. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીને ચાર કોલેજિયન યુવકોએ એ.ટી.કે.ટી સોલ્વ કરાવાની લાલચ આપીને સામુહીક બળાત્કાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહી સગર્ભા બનેલી યુવતીનો શ્રમજીવી પરિવાર ડર હતો પરંતુ તાજેતરમાં વિદ્યાર્થિનીને મૃત બાળકનો જન્મ થતાં આ ઘટના બહાર આવી છે. રામોલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અમરાઇવાડી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીએ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે યુવતી કોલેજની પરિક્ષામાં નાપાસ થઇ હતી, જેથી હાર્દિક.એમ. શુકલા અને અનિકેત, ચિરાગ તથા રાજ નામના ચાર યુવકોએ એટીકેટીનું ફોર્મ ભરવા તેમજ એટીકેટી સોલ્વ કરાવાની લાલચ આપી હતી ત્યારબાદ યુવતીનું શોષણ કરવાનું શરૃ કરી કરીને રામોલ રિગ રોડ પર અલગ અલગ ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા જ્યાં પ્રથમ વખત યુવતીને કેફી પીણું પીવડાવીને બેભાન કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહી યુવતી સગર્ભા બની હતી જો કે શ્રમજીવી પરિવાર ડરતો હોવાથી આજદિન સુધી ફરિયાદ કરી ન હતી, પરંતુ તાજેતરમાં યુવતીએ મૃત બાળકને જન્મ આપતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી અંતે યુવતીએ હિંમત કરીને ગઇકાલે મોડી રાતે રામોલ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે સામુહિક બળાત્કારનો ગુનો નોધાવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગેસ્ટ હાઉસના સંચાલકો તથા કર્મચારીઓની પૂછપરછ કરીને તપાસ હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે જવાબદાર પોલીસ અધિકારીઓએ ભાર મૌન સેવીને ગેંગરેપ જેવી ગંભીર ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસો કરાતા હોય તેમ કોઇપણ જાતની માહીતી આપવાનો ઇન્કાર કરીને આરોપીઓ કોણ છે અને યુવતીનો પરિવાર કેમ ડરતો હતો તે તમામ વિગતો છૂપાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા હતા. તો બીજી બાજુ શહેરના છેવાડે આવેલા વરેલી ગામના બહુધા પરપ્રાંતિય વસતી ધરાવતા વિસ્તારમાં સોમવારે મોડી સાંજે 8 વાગ્યાના અરસામાં એક 7 વર્ષની બાળકી નિર્ભયા (નામ બદલયુ છે) પોતાના એપાર્ટમેન્ટની નીચે રમી રહી હતી ત્યારે કોઈ નરાધમે ચોકલેટ આપવાની લાલચે તેને ઉઠાવી જઈ હરિપુરા રોડપરની અવાવરું જગ્યામાં લઈ જઈ મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. તેણે બાળકીને માર મારી ચપ્પુ બતાવી કોઈને કહેશે તો જાનથી મારી નાખશે એવી ધમકી પણ આપી હતી. નરાધમે હેવાનિયતની પરાકાષ્ઠા વટાવી હોય તેમ આ બાળકીના બંને ગુપ્તાંગો એક થઈ ગયા હતા. બાળકીએ સમગ્ર ઘટના પોતાની માતાને જણાવતા આખરે દંપતીએ પોલિસને જાણ કરી હતી. જો કે, સરકાર અને સ્થાનિક નપાણા નેતાગણની જેમ સંવેદાનાહિન બની ચુકેલી પોલીસ બીજે દિવસે ઘટના સ્થળે પહોંચી સી.સી.ટી.વી કેમેરાના આધારે નરાધમને પકડવાની મથામણમાં જોતરાઈ હતી