કેટરીના સલમાનની જોડી

IFM
IFM









કેટરીનાને એ વાતનો અફસોસ છે કે તેમના જન્મદિવસ(16 જુલાઈ)પર સલમાન અને શાહરૂખ વચ્ચે બોલચાલ થઈ. કેટરીના મુજબ આ ઘટના પર તેમનુ કોઈ જોર ના ચાલ્યુ. પાર્ટી ખુશી મનાવવા માટે મૂકવામાં આવી હતી, પરંતુ ક્ષણવારમાં વાતાવરણ બદલાઈ ગયુ.

આ ઘટનાથી સલમાન સિવાય કોઈએ પોતાનુ મોઢુ ન ખોલ્યુ. સલમાનને પોતાના મિત્રોને જણાવી દીધુ કે તેઓ શાહરૂખ સાથે સંબંધો રાખે અથવા તો પછી સલમાન સાથે. તેમની વાતમાં એ સ્પષ્ટ ચેતાવણી જોવા મળે છે કે બંનેમાંથી કોઈની સાથે સંબંધો નથી રાખી શકાતા.

કેટરીનાને સલમાનની આ વાત બિલકુલ ન ગમી. જે દિવસે સલમાન શાહરૂખમાં ઝગડો થયો હતો તેના બીજા દિવસે કેટરીના ઈચ્છતી હતી કે સલમાન અને શાહરૂખ વચ્ચે મેળાપ કરાવી લે જેથી વાત આગળ ન વધે, પરંતુ સલમાન આ માટે રાજી થયો નહી.

આવનારા થોડા દિવસોમાં શાહરૂખનો સ્ટેજ શો વિદેશમાં થવાનો છે. આ ઝગડા પહેલા કેટરીનાએ શાહરૂખના શો માં ભાગ લેવાની હા પાડી હતી, પરંતુ વિવાદ પછી એવુ કહેવાઈ રહ્યુ છે કે હવે કેટરીના કદાચ જ આ ટૂરનો ભાગ બને. પરંતુ કેટરીનાએ આ સ્પષ્ટ કહી દીધુ છે કે તે આ ટૂરમાં જરૂર જોડાશે.

તાજેતરમાં જ એક પત્રિકામાં આપેલ મુલાકાતમાં કેટરીનાએ કહ્યુ છે કે તેમણે શાહરૂખની સાથે ફિલ્મ કરવામાં પણ કોઈ વાંધો નથી, એક શરત છે કે સ્ટોરી પસંદ આવવી જોઈએ. સાથે સાથે તે સલમાનના દુશ્મનોને પોતાના દુશ્મનો નથી માનતી. કેટરીનાનુ આ નિવેદન તેમના સ્વતંત્ર વિચારો તરફ ઈશારો કરે છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ કેટરીનાનો આવો મિજાજ જોઈને સલમાનને દુ:ખ થઈ રહ્યુ છે. સુભાષ ઘાઈની ફિલ્મ 'યુવરાજ'નુ શૂટિંગ દરમિયાન પણ બંનેના સંબંધો તનાવપૂર્ણ જોવા મળ્યા.

સલમાને થોડા દિવસો પહેલા જ જાહેર કર્યુ કે તેઓ ટૂંક સમયમાં જ કેટરીના સાથે લગ્ન કરવા માંગે છે. આ વાત નવી નથી કારણ કે સલમાન દર છ મહિને આવુ કહે જ છે, પરંતુ આ વખતે તેમના વાતનો મતલબ કાંઈક બીજો જ છે.

કેટરીના આ સમયે ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છે. પોતાના કેરિયરના શિખર પર છે. આ સમયે જો લગ્ન વિશે વિચારી નથી શકતી. સલમાનનુ આ નિવેદન તેમના કેરિયરમાં મુશ્કેલલાવી શકે છે. કદાચ આ બહાને તે કેટરીના પર લગામ મૂકવા માંગે છે.

કેટરીનાએ લગ્ન માટે ઘણી રાહ જોઈ પણ જ્યારે તેમણે જોયુ કે સલમાન મૂડમાં નથી તો તેમણે પોતાની જાતને વ્યસ્ત કરવા ફિલ્મોમાં ઝંપલાવ્યું. હવે તેમના માટે સારો સમય ચાલી રહ્યો છે તો સલમાન લગ્ન કરવા ઉછળી રહ્યા છે.

કેટરીનાને સમજાઈ નથી રહ્યુ કે આ પરિસ્થિતિથીમાં તે શુ કરે ? સલમાનને સમજાવુ ખૂબ જ મુશ્કેલ છે, કદાચ કેટરીના પણ આ જ વિચારતી હશે.