આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બુધવાર, 5 માર્ચ 2025 (15:27 IST)
અનિયમિત જીવનશૈલી અને ખરાબ ખાનપાન બ્લડ પ્રેશર વધવા માટે જવાબદાર હોય છે. જ્યારે તમારા ખાવા-પીવામાં અસંતુલન થઈ જાય છે અને શરીરમાં ફૈટની માત્રા વધી જાય છે તો હાઈ બીપી થવાની શક્યતા પણ વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે હ્રદય સાથે જોડાયેલા રોગ અને કિડની સાથે જોડાયેલા રોગની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત આંખો ખરાબ થવાનો પણ ખતરો હોય છે. આવામા ચાલો જાણીએ હાઈ બીપી કયા કારણોસર થાય છે અને તેને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?
 
આ કરણોથી વધી શકે છે બીપી : High Blood Pressure Reasons
વજનનુ વધવુ - જો શરીરનુ જરૂર કરતા વધુ છે તો બ્લડ પ્રેશર વધવાની તકલીફ ક્યારેય પણ થઈ શકે છે. જાડા વ્યક્તિઓમાં બ્લડ પ્રેશરનુ વધવુ પાતળા વ્યક્તિઓની તુલનામાં વધુ જોવા મળે છે.  
 
કસરત ન કરવી - જો તમે એક્સરસાઈઝ નથી કરતા તો તમને પણ આ સમસ્યા થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે એવુ પણ જોવામાં આવ્યુ છે કે જે લોકો રોજ કસરત કરે છે જેવા કે સવારે વોક કરવી કે યોગ કે કોઈ પણ હળવો વ્યયામ... એ લોકોમાં બીજા લોકોની તુલનામાં બ્લડ પ્રેશર ઓછુ જોવા મળે છે.  
 
વધુ પડતું મીઠું ખાવાનું: જે લોકો વધુ મીઠું ખાય છે તેમને સામાન્ય લોકો કરતા હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધુ હોય છે. દૈનિક મીઠાનું સેવન જેટલું વધારે, સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલું વધારે
 
વધુ પડતો દારૂ પીવો: વધુ પડતો દારૂ પીવાથી રક્ત વાહિનીઓના સ્નાયુઓ પર અસર પડે છે. આ તેમને સાંકડા બનાવી શકે છે. તમે જેટલું વધુ આલ્કોહોલ પીશો, તેટલું જ હાઈ બ્લડ પ્રેશર થવાનું જોખમ વધારે છે. જો તમે નિયમિતપણે દારૂ પીતા હોય  તો તમને જોખમ છે, ખાસ કરીને જો તમે 35 વર્ષથી વધુ ઉંમરના હો.
 
હાઈ બીપી થી કેવી રીતે બચવુ How to Prevent High Blood Pressure
 
ખાવા પર કાબુ રાખો - ઘરનુ ખાવાનુ ખાવ, બહારનુ પૈક્ડ ફૂડ અને જંક ફૂડ ખાવાથી બચો. વેટ પર કંટ્રોલ કરો. જો તમારુ વજન વધ્યુ છે તો  હાઈ બીપી હોઈ શકે છે.  રોજ કમસે કમ અડધો કલાક કસરત કરો. 
 
ખાવા પર કાબુ રાખો, ઘરે બનાવેલો ખોરાક ખાઓ, બહારનો પેક્ડ ફૂડ અને જંક ફૂડ ખાવાનું ટાળો. તમારા વજનને નિયંત્રિત કરો, જો તમારું વજન વધી ગયું હોય તો તમને હાઈ બ્લડ પ્રેશર હોઈ શકે છે. દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક કસરત કરો. આખા અનાજ, ફળો, શાકભાજી, દૂધ અને ઓછી ચરબીવાળા ખોરાક ખાઓ, આનાથી બીપી ઓછું થાય છે. તમારા આહારમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમનો સમાવેશ કરો. દરરોજ સવારે ખાલી પેટે લસણની 2 કળી ખાઓ. પુષ્કળ પાણી પીઓ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર