બોલિવીયાનાં અશાંત વિસ્તારમાં માર્શલ લૉ

ભાષા

શનિવાર, 13 સપ્ટેમ્બર 2008 (12:28 IST)
બોલિવીયાની ડાબેરી સરકારે દેશનાં ઉત્તરમાં આવેલા પાંડો વિસ્તારમાં ચાલી રહેલી હિંસા બાદ ચાલી રહેલા રાજકીય વિરોધને ડામવા માટે આમેઝન વિસ્તારમાં માર્શલ લો લગાવી દીધો છે.

સરકારે એક આદેશ બહાર પાડી આ વિસ્તારમાં ત્રણ થી વધુ લોકોને જાહેરમાં મળવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ વિસ્તારમાં રાષ્ટ્રપતિ ઈવો મોરાલેસ અને દક્ષિણપંથી ગર્વનરમાં સમર્થકો વચ્ચે થયેલ હિંસામાં માર્યા ગયેલા લોકોની ચોક્કસ સંખ્યા આપવાનો સરકારે ઈન્કાર કરી દીધો હતો.

પ્રાકૃતિક ગેસનાં ભંડાર ધરાવતાં બોલિવીયામાં પેદા થયેલા સંકટ પર કાબુ મેળવવા માટે મોરાલેસ અને તેમના રાજકીય વિરોધીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેમછતાં પ્રદર્શનકારીઓ દ્વારા દેશનાં પૂર્વનાં કેટલાંક ભાગોમાં રસ્તા જામ કરી દેવામાં આવ્યા છે. તેના કારણે લોકોને ખાવા-પીવાની તકલીફ પડી રહી છે.

વેબદુનિયા પર વાંચો