Bangladesh Protest Video : બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓની તાલિબાની બર્બરતા, શેખ હસીનાની પાર્ટીના નેતાના હોટલ પર હુમલો, 8 લોકોને જીવતા સળગાવ્યા

મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (10:49 IST)
Bangladesh Government Crisis : બાંગ્લાદેશમાં શેખ હસીનની સરકાર પડ્યા પછી પણ પ્રદર્શનકારીઓની તાલિબાની કરતૂત સામે આવી છે. અહી જેસોરમાં સોમવારે એક હોટલમાં આગ લગાવી દેવામાં આવી. જેમા ઓછામાં ઓછા 8 લોકોના દાઝી જવાથી મોત થઈ ગયા અનેન 84 લોકો ઘાયલ થઈ ગયા. હોટલના માલિક જેસોર જીલ્લાના અવામી લીગના મહાસચિવ શાહીન ચકલાદાર હતા. 

 
ડિપ્ટી કમિશ્નર અબરારુલ ઈસ્લામે આ ઘટનાની જાહેરાત કરી. મૃતકોમાંથી બે લોકોની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજન હુસૈનના રૂપમાં થઈ.  હોસ્પિટલના કર્મચારી હારુન રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકોની ત્યાં સારવાર ચાલી રહી છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે.  શહેરમાં વિવિધ સ્થળોએ હજારો લોકો પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની ઉજવણી કરી રહ્યા હતા. ઉજવણી દરમિયાન કેટલાક લોકોએ ચિત્તમોર વિસ્તારમાં જબીર હોટલને આગ લગાડી અને તેનું ફર્નિચર તોડી નાખ્યું. દરમિયાન, બદમાશોએ જીલ્લા અવામી લીગની ઓફિસ અને શારશા અને બેનાપોલ વિસ્તારમાં વધુ ત્રણ અવામી લીગ નેતાઓના ઘરો પર હુમલો કર્યો હતો.
 
અત્યાર સુધી 300 લોકો ગુમાવી ચુક્યા છે જીવ 
 
બાંગ્લાદેશમાં આગ અને હિંસાને કારણે અત્યાર સુધી 300 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. ન્યુઝ એજંસી એએફપીની રિપોર્ટમાં સોમવારે એવો દાવો કરવામાં આવ્યો. જો કે મોતના આંકડાને લઈને હાલ કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યુ નથી કે મોતની સંખ્યા 300 છે.  AFP એ પોતાની રિપોર્ટમાં જણાવ્યુ કે બાંગ્લાદેશના રસ્તા પર રવિવારે હિંસા થઈ જેમા મરનારાઓની સંખ્યા ઓછામાં ઓછા 300 થઈ ગઈ. 

 100 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ 
 
 અધિકારીઓએ આ અથડામણમાં 100 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જો કે, એએફપીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક ઓછામાં ઓછો 300 હતો. રવિવારે થયેલી ભીષણ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત 100 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર