સૂરતથી 14 વર્ષની સગીરાને લઈને થયો ફરાર, મુંબઈની હોટલમાં શારીરિક રિલેશન બાંધતા મોત

મંગળવાર, 5 નવેમ્બર 2024 (13:15 IST)
Crime News: મુંબઈમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીની એક હોટલમાં સુરતનો એક વેપારી મૃત હાલતમાં જોવા મળ્યો.  જો કે તેના મોત પછી અનેક સવાલ ઉભા ગઈ ગયા એન પોલીસે તેના વિરુદ્ધ  POCSO એક્ટ હેઠળ મામલો નોંધી લીધો. મળતી માહિતી મુજબ શનિવારે સાંજે 6.15 વાગે હોટલના મેનેજરે પોલીસને ફોન કરીને જણાવ્યુ કે હોટલમાં એક વ્યક્તિ બેહોશ પડ્યો છે. પોલીસ મુજબ મૃતકનુ નામ સંજય કુમાર રામજીભાઈ તિવારી છે. જેની વય 42 વર્ષની છે અને તેના વિશે માહિતી મળતા પોલીસ તેને જેજે હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. 
 
પોલીસે જ્યારે આ વિશે તપાસ શરૂ કરી તો મામલામાં નવો વળાંક આવ્યો. ઉલ્લેખનીય છે કે તપાસમાં જાણ થઈ છે કે એ જ રૂમમાં તિવારે સાથે 14 વર્ષની સગીર છોકરી પણ હતી. પોલીસ મુજબ મૃતકની ઓળખ સંજય ક્માર રામજીભાઈ તિવારી (42)ના રૂપમાં થઈ. તિવારીની મોત પછી પોલીસે યુવતીના માતા પિતાને પૂછપરછ કરી તો તેમણે આરોપ લગાવ્યો કે તિવારીએ તેમની પુત્રીનુ યૌન શોષણ કર્યુ હતુ. તેના નિવેદનના આધાર પર યૌન ઉત્પીડનના આરોપ સહિત બોમ્બે નર્સિંગ એંડ સેનિટાઈજેશન (BNS) અધિનિયમ અને POCSO અધિનિયમની સંબંધિત ધારાઓ હેઠળ મામલો નોંધવામાં આવ્યો. 
 
ડીબી માર્ગ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો અહેવાલ નોંધ્યો હતો અને ભારતીય દંડ સંહિતાની કલમ 137(2), 64(1), 65(1), 336(2), 336(3) અને 340(2) હેઠળ મૃતક સામે ગુનો નોંધ્યો હતો. તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6, 8 અને 10 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર