વડોદરામાં રક્ષક પોલીસ જ ભક્ષકની ભૂમિકામાં, યુવતિ પર ગુજાર્યો બળાત્કાર

સોમવાર, 16 માર્ચ 2020 (13:17 IST)
વડોદરામાં રક્ષક પોલીસ જ ભક્ષકની ભૂમિકામાં સામે આવતાં સમગ્ર વડોદરાવાસીઓમાં ભારે આક્રોશ અને ફિટકારની લાગણી વરસી રહી છે. મહિલાઓની સુરક્ષા અને સલામતીની મોટ મોટી વાતો કરતી રાજ્ય સરકાર અને વડોદરા પોલીસને શરમજનક સ્થિતિમાં મુકતી ઘટના ગત રાતે બની હતી. 
 
મળતી માહિતી અનુસાર શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા યુવક- યુવતી ગત રોજ મોડી સાંજે બાઇક પર ફરવા માટે નીકળ્યા હતા. દરમિયાન ગોત્રી સ્થિત ચેકપોસ્ટ પાસેની કેનાલ પર યુવક અને યુવતી પોતાની બાઇક પર બેસીને વાતો કરી રહ્યાં હતા. તેવામાં રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર વાન તેમની પાસે આવી પહોંચી હતી. પીસીઆર વાનમાં આવેલો તોડબાજ ખાનગી ડ્રાઇવર રસીક ચીમનભાઇ ચૌહાણ (રહે. ઉમાનગર સોસા. અંકોળીયા) અને કોન્સ્ટેબલ સૂરજસિંહ ફુલસિંહ ચૌહાણ વાનમાંથી ઉતરી બાઇક પાસે પહોંચ્યા હતા. 
 
બન્નેએ બાઇકની ચાવી કાઢી લઇ યુવક અને યુવતીને તેમના સબંધો અંગે પુછ્યું અને બાદમાં તેઓના પરિવારને આ અંગે જાણ કરવાની ધમકી આપી 5000 રૂપિયાની માગણી કરી હતી. યુવક પાસે રોકડા રૂપિયા ન હોવાથી તેને પેટીએમ મારફતે રૂપિયા આપવાનુ કહેતા કોન્સ્ટેબલ સુરજસિંહ ચૌહાણે ઇન્કાર કર્યો હતો. તેવામાં તોડબાજ ડ્રાઇવરે યુવકને બાઇક પર બેસાડી રૂપિયા લેવા માટે લઇ ગયો હતો.
 
દરમિયાન કેનાલ પર કોન્સ્ટેબલ અને યુવતી એકલા ઉભા હતા. ત્યારે સૂરજસિંહે યુવતી પર નજર બગાડવાનુ શરૂ કરી યુવતીના પિતાને જાણ કરી દેવાની ધમકી આપી હતી. ગભરાઇ ગયેલી યુવતીને કોન્સટેબલ સુરજસિંહ નજીકમાં આવેલા અંડર કન્સ્ટ્રકશન સાઇટના એક મકાનમાં લઇ ગયો હતો. જ્યાં તેને યુવતી સાથે શારીરીક છેડછાડ શરૂ કરી અને ત્યારબાદ બળજબરી ઓરલ સેક્સ કર્યું હતું. હવસ સંતોષાતા કોન્સ્ટેબલે પીડીતાને ધમકી આપી હતી કે, તું કોઇને કહીશ તો તારા મિત્રને ફસાવી દઇશુ એમ કહી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
 
વડોદરાના લક્ષ્મીપુરા પોલીસની પીસીઆર વાનના કોન્સ્ટેબલે ડ્રાઈવર રસિક ચૌહાણ અને કોન્સ્ટેબલ સૂરજસિંહ ચૌહાણે યુવક પાસેથી રૂ. 5000 રૂપિયાનો તોડ પાડીને યુવતીને કન્સ્ટ્રકશન સાઇટ પર લઇ જઇ તેના મિત્રને ફસાવી દેવાની ધમકી આપી તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.સ્થાનિક કાઉન્સીલર અને લોક ટોળાની ઉગ્ર રજૂઆતને પગલે પોલીસે મોડી રાતે પીસીઆરના ખાનગી ડ્રાઇવર અને કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ સહિત અન્ય કલમનો ઉમેરો કરી ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર