આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે.નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરશે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે રેકોર્ડ છે.
આ બજેટમાં આરોગ્ય સેવા પર વધુ ભાર મુકવામાં આવી શકે છે. આ ઉપરાંત બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો પર ધ્યાન કેંદ્રીત કરવામાં આવી શકે છે. ગત વર્ષે રાજ્યનું બજેટ 2.17 લાખ કરોડ હતું, તેની સામે આ વખતે અઢી લાખ કરોડનું બજેટનું કદ હોવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય પર ભાર મૂકવામાં આવશે. તો સાથે જ આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાશે. નાના અને મધ્યમ ઊદ્યોગો અને આત્મનિર્ભર ભારત પર રાજ્ય સરકાર ભાર મૂકશે. કોરોનાકાળમા કથળેલી શિક્ષણ વ્યવસ્થા અંગે પણ જાહેરાત થાય તેવી શક્યતા છે. ઓવરઓલ બજેટમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવામા આવશે. તમાકુ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ પર સરકાર વેટ વધારી શકે છે.
કોરોનાકાળમાં શિક્ષણ વ્યવસ્થા કથળી છે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવશે. નીતિન પટેલે રજૂ થનાર બજેટને ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારનું ગણાવ્યું છે નિતિન પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુજરાતના દરેક નાગરિકને બજેટથી સંતોષ થશે તે પ્રકારનું બજેટ હશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, દર વર્ષે વિશેષ પ્રજાલક્ષી કામો, સુવિધાઓ મળતી રહે તે માટેનું બજેટમાં ધ્યાન રાખવામાં આવે છે.