અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક મહિલાના દિયરે જ તેની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલા તેની સાસુ પાસે જતી હતી ત્યારે તેનો દિયર આવ્યો અને થુંકવા બાબતે બોલાચાલી કરી હતી. મહિલાએ દિયરને છેડતી કેમ કરે છે તેવું કહેતા દિયરે પેન્ટ કાઢી 'આજે તો બતાવી જ દઉં' કહેતા મામલો બીચકયો હતો. સમગ્ર બાબતને લઈને મહિલાએ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘટનાની વિગતો મુજબ, શહેરના જુના વાડજમાં એક 34 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. સોમવારે સાંજે તે ઘરેથી નીકળી તેની સાસુની સેવા કરવા જતી હતી. ત્યારે ચાલીમાં રહેતા આ મહિલાના દિયરે તેની સામે જોઇને કેમ મારી સામે જોઇને થુંકે છે તેવું પૂછ્યું હતું. બાદમાં મહિલાએ કેમ મારી પાછળ એક્ટિવા લઈને આવે છે અને છેડતી કરે છે તેવું કહ્યું હતું.જે બાદ દિયરે ભાભી સામે પેન્ટ ઉતારીને કહ્યું, 'આજે તને બતાવી દઉં છું.' મહિલા આ પરિસ્થિતિ જોતા ગભરાઈ જતા તેણે બુમાબુમ કરતા તેના સસરા આવી ગયા અને કેમ અમારા પુત્રને બદનામ કરે છે કહીને તકરાર શરૂ કરી હતી.