ઈંડોનેશિયામાં સુનામીથી મરનારાઓની સંખ્યા વધીને 281, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ

સોમવાર, 24 ડિસેમ્બર 2018 (10:27 IST)
ઈંડોનેશિયા  (Indonesia Tsunami)માં જ્વાળામુખી ફાટ્યા પછી આવેલ સુનામીમા મરનારાઓની સંખ્યા વધીને 281 થઈ ગઈ છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રીય વિપદા પ્રબંધન એજંસીના પ્રવક્તા સુતોપો પૂર્વી નુગ્રોહોએ કહ્યુ, મૃતકોની સંખ્યા અને નુકશાન બંનેમાં વધારો થશે. 
 
ઇન્ડોનેશિયામાં ચાઇલ્ડ ઓફ ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટ્યા બાદ ભીષણ તબાહી મચી ગઇ હતી. સ્થાનિક સમયાનુસાર શનિવાર રાત્રે લગભગ સાડા નવ વાગ્યે દક્ષિણી સુમાત્રા અને પશ્વિમી જાવા પાસે સમુદ્રની ઉંચી લહેરો કિનારા પર તરફ આગળ વધી હતી. જેનાથી અનેક મકાનો નષ્ટ થયા હતા. વૈજ્ઞાનિકોના મતે અનાક ક્રાકાટોઆ જ્વાળામુખી ફાટવાના કારણે સમુદ્રની નીચે હલચલ થતાં સુનામી પાછળનું કારણ હોઇ શકે છે. ઇન્ટરનેશનલ સુનામી સૂચના કેન્દ્રએ કહ્યુ કે, જ્વાળામુખી ફાટવાથી સુનામી આવવી એ ઘટના દુર્લભ છે. સુનામી દરમિયાન 15થી 20 મીટર ઉંચી લહેરો જોવા મળી હતી.  સુનામીમાં સૌથી વધુ પ્રભાવિત જાવાના બાંતેન પ્રાન્તના પાંડેંગલાંગ વિસ્તાર રહ્યો છે. તે સિવાય દક્ષિણી સુમાત્રાના લામપંગ શહેરમાં પણ સેંકડો લોકોએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર