J-K: શ્રીનગરમાં પત્થરબાજીમાં પર્યટકનુ મોત, શરમથી નતમસ્તક થયા CM મહેબૂબા મુફ્તી

મંગળવાર, 8 મે 2018 (11:38 IST)
શ્રીનગરમાં પત્થરબાજી અવાર નવાર થાય છે. પણ આવુ પહેલીવાર થયુ છે જ્યારે કોઈ ટુરિસ્ટનુ મોત પત્થરબાજીની ચપેટમાં આવીને થયુ. મૃતકનુ નામ આર થિરુમણિ (22) છે. તે ચેન્નઈનો રહેનારો હતો. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે દુર્ઘટના સોમવારે સવારે બડગામના નરબલ વિસ્તારમાં થઈ. ગુલમર્ગ જઈ રહેલ એક પર્યટક વાહન પર અચાનક કેટલાક લોકોએ પત્થરમારો કર્યો. આ દરમિયાન તેના માથા પર પત્થર વાગ્યો.  તેને સુરક્ષા બળ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ તેનુ મોત થઈ ગયુ. હાલ પોલીસે અજ્ઞાત પત્થરબાજ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. 
 
ઘટના પછી મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ હોસ્પિટલ જઈને મૃતકના પરિજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી. તેમણે કહ્યુ કે આ ખૂબ જ દુખદ છે. મારુ માથુ શરમથી નમી ગયુ છે. બીજી બાજુ પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ દુખ પ્રગટ કરતા પત્થરબાજો પર ગુસ્સો કાઢ્યો છે.  તેમણે કહ્યુ આપણે એક પર્યટક વાહન પર પત્થર ફેંક્યો. જેને કારણે એક પર્યટકનુ મોત થયુ. આપણે એક મહેમાનને પત્થર માર્યો જેનાથી તેનુ મોત થઈ ગયુ. 
 
જમ્મુ કાશ્મીરમાં થોડા દિવસ પહેલા જ શાળાના બાળકોની બસ પર પણ પત્થરમારો થયો હતો.  જેમા કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર