Live - યેદિયુરપ્પાએ નરેન્દ્ર મોદીના અંદાજમાં વિધાનસભામાં કર્યો પ્રવેશ

ગુરુવાર, 17 મે 2018 (11:11 IST)
- શપથ ગ્રહણ પછી યેદિયુરપ્પા વિધાનસભા પહોંચ્યા  તો તેમણે બિલકુલ એ જ અંદાજમાં વિધાનસભા ગૃહમાં એંટી લીધી જે રીતે 2014માં લોકસભા ચૂંટણી જીત્યા પછી નરેન્દ્ર મોદીએ સંસદમાં માથુ ટેકીને પ્રવેશ કર્યો હતો. યેદિયુરપ્પએ સીઢીઓને ચુમતા વિધાનસભામાં એંટ્રી કરી.. 

-કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યુ કે બધા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. બે ધારાસભ્યો હાલ હાજર નથી અને હુ પણ હાલ મૈગલૂરથી પરત આવ્યો છુ. 
- કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યુ કે બધા ધારાસભ્ય અમારા સંપર્કમાં છે બે ધારાસભ્ય હાલ હાજર નથી અને હુ પણ હાલ મૈગલૂરથી પરત આવ્યો છુ. 
- એચડી દેવગૌડા પોતાના ઘરેથી શાંગરી લા હોટલમાં જવા નીકળ્યા. જ્યા જેડીએસના ધારાસભ્યો રોકાયા છે. 
- બી. એસ યેદિયુરપ્પાની શપથ ગ્રહણ વિરુદ્ધ કોંગ્રેસના ધારાસભ્યો ગુલામ નબી આઝાદ, અશોક ગહલોત, કેસી વેણુગોપાલ અને સિદ્ધારમૈયા વિધાનસભા પરિસરમાં સ્થિત ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું.
- ભાજપે બંધારણનું અપમાન કર્યું.
- કોંગ્રેસે વિરોધ-પ્રદર્શનો કરવા હોય તો રાહુલ ગાંધી-સોનિયા ગાંધી અને સિદ્ધારમૈયાના વિરૂદ્ધ કરવા જોઈએ કારણ કે, આ ત્રણેયે કોંગ્રેસને બરબાદ કરી છે : અનંત કુમાર, ભાજપ નેતા
- કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યો વિધાનસભાએ વિરોધ પ્રદર્શન કરવા ઈગ્લેટન રિસોર્ટમાંથી બહાર આવ્યા.
- યેદિયુરપ્પાના શપથ પછી વિધાનસભામાં ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસનુ પ્રદર્શન. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા, ગુલામ નબી આઝાદ સહિત અને અશોક ગહલોત સહિત અનેક નેતા હાજર 
-  બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા પરંતુ હવે તેમને સુપ્રીમ કોર્ટના આદેશ અનુંસાર સમર્થક ધારાસભ્યોની યાદી સોંપવાની રહેશે.
- બીએસ યેદિયુરપ્પાએ લીધા કર્ણાટક મુખ્યમંત્રી પદના શપ
-  શપથ ગ્રહણ સમારોહ પહેલા યેદિયુરપ્પાએ મંદિરમાં પૂજા અર્ચના કરી


 
બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના 25માં મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી છે. આ ત્રીજીવાર છે કે તે કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા છે. બીએસ યેદિયુરપ્પાને રાજભવનમાં રાજ્યપાલ વજૂભાઈ વાળાએ પદ અને ગોપનીયતાની શપથ અપાવી. 
આ પહેલા કર્ણાટકમાં રાજ્યપાલે સૌ પહેલા ભાજપાને સરકાર બનાવવાનુ નિમંત્રણ આપ્યુ તો અડધી રાત્રે જ કોંગ્રેસ અને જેડીએસ  (જનતા દળ સેક્યુલર) સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા. અડધી રાત્રે સવાર સુધી બેસેલી સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક તો નહી લગાવી પણ બંને પક્ષોએ પોતાના ધારાસભ્યોની લિસ્ટ સોંપવા કહ્યુ. 

 
કોંગ્રેસ-જનતા દળ સેક્યૂલર (જદ એસ) ના અનુરોધ પર મધ્યરાત્રિએના રોજ સુનાવણી માટે ગઠિત ન્યાયમૂર્તિ એ ના સિકરી, ન્યાયમૂર્તિ એસ એ બોબડે અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠે રાત્રે લગભગ સવા બે વાગ્યાથી સવારે સાઢા પાંચ વાગ્યા સુધી ચાલેલી સુનાવણી પછી કહ્યુ કે તેઓ રાજ્યપાલના આદેશ પર રોક લગાવવાના પક્ષમાં નથી.  તેથી તેઓ યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક નહી લગાવે.  પણ ભાજપા નેતાના મુખ્યમંત્રી પદ પર કાયમ રહેવુ આ મામલે અંતિમ નિર્ણય પર નિર્ભર કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર