સુરતના કડોદરામાં શંકાસ્પદ રીતે 19 લોકોના મોત, લઠ્ઠાકાંડ ને કારણે મોત થયાની આશંકા
.
: સુરતના કડોદરામાં શંકાસ્પદ રીતે 19 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. આ મોત પાછળનું કારણ લઠ્ઠાકાંડને કારણે થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આપ સહિતના પક્ષોએ ઉહાપોહ મચાવી પગલા લેવાની માંગણી કરી છે.
દરમિયાન બનાવની ગંભીરતા પારખી લઠ્ઠાકાંઠાના મામલાની તપાસ કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચનાથી ગૃહ વિભાગનો ત્રણ સભ્યની કમિટીની રચના કરી છે. ઉકત કમિટીમાં pslના નાયબ વડા ડો. દહિયા, રાજય પોલીસ તંત્રના લો અન્ડ ઓર્ડરનાં ઓડીશ્નલ ડીજીપી વી.અેમ. પારગી તથા નશાબંધીના શ્રી કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉકત ત્રણ સભ્યોની સમિતિ જે સ્થળે ઘટના બની અે સુરત પંથકના વિસ્તારની મુલાકાત લેશે અને તલસ્પર્શ તપાસ બાદ ત્રણ દિવસમાં પોતાનો રીપોર્ટર કરશે.