હોલીવુડ ફિલ્મના સેટ પર મળ્યો બોમ્બ, એંજલીના જૉલી અને રિચર્ડ મૈડેનને સેટ પરથી સુરક્ષિત કાઢ્યા

બુધવાર, 6 નવેમ્બર 2019 (09:45 IST)
ધ એટરનલ્સ’ ફિલ્મનું શૂટિંગ કરી રહેલ એક્ટ્રેસ એન્જેલીના જોલી અને એક્ટર રિચર્ડ મેડનેને સ્થલ પર બોમ્બ મળ્યા બાદ સેટથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ધ સનના અહેવાલ અનુસાર, બોમ્બ નિરોધક દળે ડિવાઈસની મદદથી બોમ્બને ડિફ્યૂસ કરવાની મંજૂરી આપ્યા બાદ ફ્યૂરીટેવેન્ટુરાના કેનરી દ્વી પર સેટ ખાલી કરાવવામાં આવ્યો હતો.
 
એક રિપોર્ટ અનુસાર બૉમ્બ ડિફ્યુઝ કરનારા નિષ્ણાતોને ડિવાઇઝની મદદથી બૉમ્બ નિષ્ક્રિય કરવાની પરવાનગી આપવા માટે ફ્યુરીટેવેટુરા ટાપુના કૈનેરી દ્વીપ પર સ્થિત બેઝને ખાલી કરવો પડ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે આ બીજા વિશ્વ યુદ્દ દરમિયાન નાજિયો દ્વારા છોડવામાં આવેલો બેઝ રહી ગયો હશે. એક સૂત્રના જણાવ્યા મુજબ આ સ્પષ્ટ રૂપે ભયાનક હતો.
આ બૉમ્બ દાયકાઓથી રહ્યો હશે જેને આજ સુધી કોઈ અડ્યા નહીં હોય, અને જો અડ્યા હોત તો ઘણી મોટી દુર્ઘટના ઘટી હોત. દુનિયાના સૌથી મોટા સ્ટાર એ વખતે સ્ટેજ પર હતા અને બચવાનો કોઈ પણ ચાન્સ ન હતો. પરંતુ નસીબના ખેલ અને નિષ્ણાતોની સલાહથી સમગ્ર પરિસ્થિતિને નિપટવા માટે સફળ રહ્યા હતા. એન્જેલિના જોલી અને રિચાર્ડ મૈડેનની ફિલ્મ “સુપર હીરો”માં એટરનલ લીડર થૈના અને ઈકારિસનું પાત્ર નિભાવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર