એક મજાની યાત્રા...

N.D
મારી શાળા મારા ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર છે. રોજ સવારે બસ આવે છે અને અમે બસમાં બેસીને શાળાએ પહોંચ્યા હતા. આવુ રોજ બનતુ હતુ. જ્યારે અમે બસમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં ઘણી સારી સારી વસ્તુઓ જોવા મળતી હતી. ખાસ કરીને સવારના સમયે લોકો કામ પર જતા જોવા મળતા. કેટલાક પક્ષીઓ પણ સવાર સવારે જોવા મળી જતા હતા. બસ, સવારે પથારીમાંથી ઉઠવાનો જ કંટાળો આવતો હતો, પણ એકવાર નાહ્યા પછી બધી આળસ દૂર થઈ જતી હતી.

આવુ તો રોજ થતુ જ રહેતુ હતુ. પણ એકવાર મેં વિચાર્યુ કે કેમ ન સાઈકલ લઈને શાળાએ જવામાં આવે. આવુ કરવામાં થોડો ભય તો હતો. કારણકે એ માટે તો પપ્પાને મનાવવાના હતા કે તેઓ મને સાઈકલ પર શાળાએ જવાની મંજૂરી આપે. પહેલા પપ્પાને મનાવ્યા અને પછી સાઈકલ લઈને શાળાએ જવા નીકળ્યા. મારી સાથે મારો મિત્ર અલ્પેશ પણ હતો, અને અમે બંને સાઈકલ પર સવાર થઈને નીકળી પડ્યા. સવારની ઠંડી હવામાં સાઈકલ ચલાવવાની મજા જ જુદી છે. રસ્તા પર ભીડ પણ નહોતી તેથી અમે નિશ્ચિત થઈને સાઈકલ ચલાવી રહ્યા હતા. રસ્તામાં એક જગ્યાએ લોકોને લારી પર ચા પીતા જોઈને અમે પણ ત્યાં રોકાઈને ચા પીધી.

અમે જોયુ કે સવાર સવારે સફાઈવાળાઓ પોતાનુ કામ કેટલુ વ્યવસ્થિત રીતે કરે છે. સવાર સવારે સાઈકલ અને બાઈક પર દૂધની કેન લઈને જતા દૂધવાળાઓને જોયા. જે વસ્તુ અમે રોજ બસમાંથી જોતા હતા તે આજે એકદમ નજીકથી જોઈ. રસ્તામાં એક મંદિર આવ્યુ ત્યાં અમે રોકાયા, અને પછી લગભગ 9.30 વાગે શાળાએ પહોંચ્યા જ્યારેકે શાળાનો સમય 8 વાગ્યાનો હતો. અમને લાગ્યુ કે પ્રૈંસિપલ હવે અમને વઢશે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે તેમને અમને શાબાશી આપી. આ પછી અમે કદી કદી રવિવારે આવુ કરતા હતા. જોયુ ને છે ને મજેદાર. !!

વેબદુનિયા પર વાંચો