લૉકડાઉનના બંદોબસ્તમાં આવેલા SPRના 50 જવાનોને કોરોના થયો

મંગળવાર, 28 એપ્રિલ 2020 (19:39 IST)
અમદાવાદમાં શહેરમાં કોરોના વાયરસએ કાળો કેર વર્તાવ્યો છે. શહેરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે તેવામાં લૉકડાઉનના બંદોબસ્તમાં આવેલા જવાનોનો કોવિડનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં બંદોબસ્ત માટે ગોધરાથી આવેલા કુલ 50 જવાનો સંક્રમિત થયા છે. અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 2300ને પાર થઈ છે ત્યારે ગોધરાથી અમદાવાદમાં લૉકડાઉનના બંદોબસ્ત માટે એસઆરપીની ટૂકડી આવી હતી. આ ટૂકડી શહેરના દૂધેશ્વર વિસ્તારમાં આવેલી જ્યુપીટર મિલમાં રોકાઈ હતી. ટૂકડીના 109 જવાનો અમદાવાદમાં ફરજ પર આવ્યા હતા. દરમિયાન પ્રથમ તબક્કે આ જવાનો પૈકીના 17 જવાનોને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હતું જેના પગલે તેમને સારાવાર આપવામાં આવી હતી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર