Dome City ની વિશેષતા
મહાકુંભ વિસ્તારના અરેલ વિસ્તારમાં 44 રૂમ ધરાવતું Dome City બનાવવામાં આવી રહી છે, જે જમીનથી 8 મીટરની ઊંચાઈએ નોન-ટ્રાંસપેરન્ટ પોલી કાર્બન શીટથી બનાવવામાં આવશે. કુલ રૂ. 51 કરોડના ખર્ચે બનેલ આ શહેર મહાકુંભના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી સુવિધા માનવામાં આવે છે. આ Dome માં રહેતા ભક્તોને 360 ડિગ્રી વ્યૂમાં કુંભનો અદ્ભુત અનુભવ મળશે.
દરેક ડોમમાં બુલેટપ્રૂફ બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, અટેચ્ડ ટોયલેટ અને બાથરૂમ જેવી સુવિધાઓ હશે, જ્યાં ભક્તો ખુરશીઓ અને ટેબલ સાથે બેસીને ગંગાના દિવ્ય દર્શન કરી શકશે. આ ઉપરાંત સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા હશે, જેમાં લસણ અને ડુંગળી વગરનું શુદ્ધ ભોજન પીરસવામાં આવશે.
કેટલું હશે ભાડું ?
Dome Cityમાં એક દિવસનું ભાડું રૂ. 81,000 થી રૂ. 91,000 સુધીનું છે, જે ઘણી ફાઇવ સ્ટાર હોટલના ભાડા કરતાં વધારે છે. ગુંબજની નીચે બનેલા લાકડાના કોટેજનું ભાડું 35,000 રૂપિયા છે.
Dome City માં સુવિદ્યાઓ
ડોમ સિટીમાં નિયમિત આરતી માટે મંદિર અને યજ્ઞશાળા બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. યોગ પ્રેમીઓ માટે અલગ જગ્યા તૈયાર કરવામાં આવી છે. ગુંબજ અને લાકડાના કોટેજમાં રહેતા મહેમાનો પણ સંગમમાં બોટ એક્સેસ, વાઇ-ફાઇ અને રાત્રે બોનફાયર જેવી સુવિધાઓનો આનંદ માણશે.