એક વાર ખેડૂતનો એક જૂનો મિત્ર તેને મળવા આવ્યો. તેને ખેડૂતના ઘરની હાલત જોઈને ખૂબ દુખ થયુ. તેણે ખેડૂતને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેના પર કોઈ અસર ન પડી. એક દિવસ તેણે કહ્યુ કે તે એક એવા મહાત્મા પાસે તેને લઈ જશે જે અમીર બનવાનો તરીકો બતાવે છે. ખેડૂતની અંદર પણ ઉત્સુકતા જાગી. તે મહાત્માને મળવા તૈયાર થઈ ગયો.
બીજા દિવસે ખેડૂત સૂર્યોદય પહેલા ઉઠ્યો અને હંસને શોધવા માટે ખેતરમાં ગયો. ત્યા તેણે જોયુ કે તેનો એક સંબંધી કોથળામાં અનાજ ભરીને લઈ જઈ રહ્યો હતો. ખેડૂતે તેને પકડી લીધો. તે સંબંધી ખૂબ જ લજવાઈ ગયો અને માફી માંગવા માંડ્યો. પછી તે ગૌશાળામાં પહોંચ્યો. તે તેનો એક નોકર દૂધ ચોરી રહ્યો હતો. ખેડૂતે તેને ફટકાર્યો. તેણે ત્યા જોયુ કે ખૂબ જ ગંદકી હતી. તેણે નોકરોને ઉઠાડ્યા અને તેમને કામ કરવાનો આદેશ કર્યો. બીજા દિવસે પણ કંઈક આવુ જ બન્યુ. આ રીતે ખેડૂત રોજ હંસને જોવા માટે જલ્દી ઉઠતો. આ કારણે બધા નોકર સાવધ થઈ ગયા અને ભયને કારણે કામ કરવા લાગ્યા. જે સંબંધીઓ ચોરી કરતા હતા તે સુધરી ગયા.