સરકારી નોકરીઓમાં 30 ટકા અનામત આપવા પાટીદારોની માંગણી તોફાની બની વિસનગરમાં તોફાનો , 6 રાઉંડ ફાયરીંગ વાહનો સળગાવયા

ગુરુવાર, 23 જુલાઈ 2015 (15:49 IST)
ગુજરાતમાં વર્ષો બાદ ફરીથી એકવાર અનામતનું ભૂત ધણધણયું છે. રાજ્યના હજ આરો પાટીદાર પતેલોએ નોકરીમાં અનામતની માંગણી સાથે મહેસાણાના વિસનગરમાં વિશાળ રેલી કાઢીને પ્રદર્શન યોજાયું હતું . આ રેલી પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. દેખાવદારોએ પત્થરમરો પણ કર્યો હતો. તોફાનીઓને વિખરવા પોલિસે 13 જેટલા ટીયરગેસના શેલ છોડયા હતા. જો કે દેખાવદારોએ પત્થરમારો ચાલૂ રાક્જતા પોલિસે 6 રાઉંડ ફાયરઈંગ કરવામાં આવ્યું હતું. દેખાવદારોએ કેટલાક વાહનોને પણ આગ પણ ચાંપી હતી. પાટીદારોની આ રેલી પછી  વિસનગરમાં ભારે પોલિસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. 
 
પાટીદાર યુવા શિક્ષણ સમિતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી નોકરીમાં 30 અનામત માંગવામાં આવી રહી છે. બુધ્વારે માણસામાં પાટીદાર સમાજના હજારો યુવાનોએ રેલી કાઢીને નોકરીમાં અનામતની માંગણી કરી હતી. એ પછી ગુરૂવારે વિસનગરમાં પણ હજારો પાટીદારોએ વિશાળ રેલી યોજી નોકરીઓમાં 30 અનામત માંગણી કરી હતી. આ રેલીમાં અનામત .... આપો અથવા અનામત હટાવો .. ના  બેનરો સાથે હજારો દેખાવકારોએ દેખાવ્ફો કર્યો હતો. જો કે શાંતિપૂર્ણ રીતે નીકળેલી આ રેલી પાછળથી તોફાનો બની હતી અને પોલીસે રેલીને વિખરવા ટીયરગેસના શેલો છોડવા પડ્યા હતા. દેખાવકારો કેટલાક વાહનોને પણ આગ ચાંપી. વિસનગરના ભાજઓપના ધારસભ્ય રૂષિકેશ પટેલની ઓફિસે પણ લોકોએ દેખાવો કરી તોડફોડ કરી હતી. 
 
આ અંગે મીડિયા દ્વાર ઋષિકેશ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે પાટીદાર સમજાની માંગણી રજૂ કરવાનું યોગ્ય પ્લેટફોર્મ નથી. 
 
પાટીદાર સમાજના અગ્રણી મહેશ પટેલ કહે છે કે અમારા સમાજની એટલી માંગણી છે કે નોજરી માટે વયમર્યાદા 23 વર્ષની છે તે વધારવામં આવે.
 
વિસનગરમાં પાટીદારોની રેલી પછી મહેસાણા જીલ્લાની મોટી પોલિસ કુમકને બોલાવવી પડી હતી. 
 
આ રેલીમાં જોડાયેલા વિદ્યાર્થી રાકેશ પટેલ કહે છે કે અનામત હોવાના કારણે અમારા સમાજના ટેલ્ંટેડ સ્ટૂડેંટ વેડાફાઈ જાય છે. સરકારી નોકરીઓમાં એનલાઈન લેવાતી ફીમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. 
 
પાટીદાર સમાજની માંગણીઓ 
 
1. સરકારી નોકરીમાં 30 ટકા અનામત આપવી જોઈએ જો ના આપી શકે તો અનામત બંધ કરો. 
 
2. સરકારી શૈક્ષણિક સંસ્થાઓઅની નોકરીઓમાં સમાજને અન્યાય
 
3. સરકારી નોકરીઓમાં ઓનલાઈન ફીની રકમમાં પણ ભેદભાવ 
 
4. સરકારી નોકરીઓની વયમર્યાદા વધારવી જોઈએ નોકરીમાં બઢતી માટે પણ અન્યાય
 
5. પાસિંગ માર્ક્સમાં અન્યાય

 

 

વેબદુનિયા પર વાંચો