Surya grahan 2020: આજે પૂર્ણ સૂર્ય ગ્રહણૢ સોમવતી અમાસને કારણે બનશે વિશેષ સંયોગ, જાણો રાશિઓ પર શુ પડશે અસર ?
સોમવાર, 14 ડિસેમ્બર 2020 (07:19 IST)
solar eclipse
14 ડિસેમ્બરે સૂર્યગ્રહણ લાગી રહ્યુ છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા નહી મળેૢ તેથી આ ગ્રહણનો સૂતક કાલ માન્ય નહી રહે. માર્ગશીર્ષ મહિનાની સોમવતી અમાસ હોવાને કારણે આ ગ્રહણનુ મહત્વ વધી જાય છે.
વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ અને સોમવતી અમાવસ્યા પર બની રહ્યો છે વિશેષ સંયોગ
આ વખતે વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ પર માર્ગશીર્ષ મહિનાની સોમવતી અમાવસ્યા અને પાંચ ગ્રહોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. આ સંયોગને કારણે સ્નાન અને દાનનુ અનેકગણુ ફળ મળશે.
- માર્ગશીર્ષ મહિનાની સોમવતી અમાસ સાથે આ પૂર્ણ સૂર્ય ગ્રહણમાં પાંચ ગ્રહ સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર અને કેતુ ગ્રહ વૃશ્ચિક રાશિમાં રહેશે. જો કે પૂર્ણ સૂર્ય ગ્રહણનુ સૂતક નહી લાગે.
- માર્ગશીર્ષ મહિનાની સોમવતી અમાસ પર પિતૃદોષ શાંતિ માટે પણ ઉપાય કરવામાં આવે છે. આ દિવસે વડ, પીપળો, તુલસી, અને કેરીના છોડ ઘરમાં લગાવવાનુ વિધાન છે.
-ભારતીય સમય મુજબ સાંજે 7.03 વાગ્યે પૂર્ણ સૂર્ય ગ્રહણ શરૂ થશે. 9.43 વાગે અને રાત્રે 12.23 વાગ્યે ગ્રહણ ખતમ થઈ જશે. દક્ષિણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા, અટલાંટિક, હિન્દ અને પ્રશાંત મહાસાગરના થોડા ભાગમા પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા મળશે.
આ પહેલા ભારતમાં 21 જૂનના રોજ સૂર્યગ્રહણ જોવા મળ્યુ હતુ. આવતા વર્ષે 10 જૂનૢ 25 ઓક્ટોબર અને 4 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ રહેશે.
આ પૂર્ણ સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિ અને જયેષ્ઠા નક્ષત્રમાં લાગશે. તેથી જ્યોતિષીઓ મુજબ આ વિવિધ રાશિઓને પણ પ્રભાવિત કરશે. આવો જાણીએ આ ગ્રહણથી કંઈ રાશિઓ પર શુ પ્રભાવ પડશે.
મેષ રાશિના જાતકોન એ સૂર્ય ગ્રહણના પ્રભાવને કારણે વધુ મહેનત કરવી પડશે. આર્થિક લેવડ દેવડ ધ્યાનથી કરો