14 ડિસેમ્બર સુધી નહી વધે ઠંડી, 12 તારીખ સુધી સામાન્ય વરસાદની શક્યતા

બુધવાર, 9 ડિસેમ્બર 2020 (09:23 IST)
આગામી 14 ડિસેમ્બર સુધી શહેરમાં સામાન્ય  ઠંડી પડશે. મધ્ય પ્રદેશમાં પોતાની એન્ટે સાઇક્લોનિક સર્કુલેશન અને અરબ સાગરમાં લો પ્રોશર સિસ્ટમ સર્કિય થયું છે. તેનાથી આગામી બે દિવસ સુધી તાપમાન સામાન્ય રહેશે. તો બીજી તરફ 11 અને 12 ડિસેમ્બર સુધી સામાન્ય વરસાદની સંભાવન છે. 
 
અરબ સાગરમાં હવાનું દબાણ બનેલું છે. આ સિસ્ટમ આગામી બે દિવસ ડિપ ડિપ્રેશનમાં બદલાઇ જશે અને ઉત્તર દિશા તરફ આગળ વધશે. તેનાથી દિવસના તાપમાનમાં ઘટાડો થશે. 
 
તાપમાન વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર હિમાલય જમ્મૂમાં વેસ્ટર્ન ડિસ્ટર્બ નબળું છે. તેનાથી 14 ડિસેમ્બર સુધી તાપમાન સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે અધિકત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. દિવસભર 3 કિમી પ્રતિકલાકની ગતિથી પવન ફૂંકાયો હતો. સોમવારની તુલનામાં મંગળવારે ન્યૂનતમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો ઘટાડો થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર