ભારતમાં કોરોના વેક્સીન સ્ટોરેજની તૈયારી શરૂ, માર્ચ સુધી ગુજરાતમાં બની જશે પ્લાન્ટ

બુધવાર, 9 ડિસેમ્બર 2020 (08:59 IST)
દેશમાં કોરોના વાયરસ વેક્સીન બનાવવાનું જોરશોરથી ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર દરેક ભારતીયોને વેક્સીન આપવાની રણનિતી પર કામ કરી રહી છે. વેક્સીનના સ્ટોરેજ, તેના માટે જરૂરી કોલ્ડ ચેન સહીત દરેક નાની મોટી વસ્તુઓ પર સીધા પ્રધાનમંત્રી કાર્યાલયની નજર છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. લક્ઝમબર્ગની બે મેડિકલ સિસ્ટમ કંપની ભારતમાં કોરોનાની સ્ટોરેજ માટે કોલ્ડ ચેન ફિસિલિટીનું નિર્માણ કરશે. કંપનીના સીઇઓલ એલ પ્રોવોસ્ટએ કહ્યું કે દેશમાં આગામી વર્ષે માર્ચ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. તેના પ્લાન્ટ ગુજરાતમાં લગાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. 
 
તમને જણાવી દઇએ કે સીઇઓ ભારતના પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે લક્ઝમબર્ગથી ભારતમાં કોલ્ડ ચેન ફેસિલિટીની સુવિધા માટે ટેક્નોલોજી સ્થળાંતરિક કરવા માટે આ મુલાકાત છે. ગુજરાત તે રાજ્યોમાંથી એક છે જ્યાં અમે તેના માટે પ્લાન્ટ લગાવવા માટે સાઇટની શોધખોળ કરી રહ્યા છીએ. 
 
તો બીજી તરફ કંપનીના ડેપ્યુટી સીઇઓ જે દોશીએ કહ્યું કે 'અમે ભારતમાં તેની (કોલ્ડ ચેન ફેસિલિટી) નિર્માણ કરીશું અને અમારો ટાર્ગેટ 2021 સુધી એક ઉત્પાદન એકમ શરૂ કરવાનો છે. તેના માટે તેલગંગાણા અને મહારાષ્ટ્ર રાજ્ય અમારા સંપર્કમાં છે. 
 
ગત 19 નવેમ્બરના રોજ ભારત અને લકઝમબર્ગ વચ્ચે શિખર બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બંને દેશો વચ્ચે આર્થિક આદાન પ્રદાન વધારવાની વધુ ક્ષમતા છે. પ્રધાનમંત્રીએ દુનિયાના આ ત્રીજા સૌથી મોટા વિદેશી પોર્ટફોલિયા રોકાણ (એફપીઆઇ) દેશમાંથી નાણાકીય અને ડિજિટલ ટેક્નોલોજીમાં સહયોગ વધારવા પર ભાર મુક્યો હતો. 
 
વીડિયો કોન્ફ્રરન્સના માધ્યમથી સંમેલનનને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કહ્યું લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી જેવિયર બેટેલ સાથે વાતચીત દરમિયાન આજે વિશ્વ કોવિડ 19 મહામારીની આર્થિક અને સ્વાસ્થ્ય પડકારો સામે ઝઝૂમી રહ્યો છે. ભારત-લક્ઝમબર્ગ વચ્ચે સહયોગ બંને દેશોની સાથે સાથે બંને ક્ષેત્રોની આર્થિક સ્થિતિ સુધારવામાં ઉપયોગ સાબિત થઇ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર