New Year 2020 - નવ વર્ષમાં જરૂર કરો આ 5 કામ, હંમેશા રહેશે મા લક્ષ્મીની કૃપા

મંગળવાર, 31 ડિસેમ્બર 2019 (13:34 IST)
નવા વર્ષનુ સ્વાગત આપણે ખૂબ જ ભવ્ય રીતે કરીએ છીએ અને ખુદને માટે કેટલાક વચન પણ લઈએ છીએ.  જેથી જે ભૂલો જૂના વર્ષમાં થઈ તે નવા વર્ષમાં ન થાય અને આપણુ વર્ષ સારુ રહે.  બીજી બાજુ જ્યોતિષ મુજબ એવા કેટલક કામ છે જે નવા વર્ષના પ્રથમ દિવસે જરૂર કરવા જોઈએ જેનાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. જ્યોતિષ અને વાસ્તુમાં આવા અનેક ઉપાયો બતાવ્યા છે. જેને નવા વર્ષમાં કરીને તમે તમારી કિસ્મતના તાળા ખોલી શકો છો.  જાણો આ કાર્યો વિશે.. 
 
પૈસાની લેવડ દેવડ - જ્યોતિષ મુજબ એવુ કહેવાય છે કે આ દિવસે કર્જ લેવાથી બચવુ જોઈએ. નવા વર્ષના પહેલા દિવસે કર્જ લેવુ તમારે માટે હાનિકારક સાબિત થઈ શકે છે.  આવુ કરવાથી તમે આખુ વર્ષ બીજા પાસેથી કર્જ લેતા રહેશો. તેથી કોશિશ કરો કે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા પડે. 
 
બીજુ કામ છે પર્સમાં રાખો પૈસા - એવુ માનવામાં આવે છે કે પહેલા દિવસે જો તમારુ પર્સ ખાલી રહેશે તો આ શુભ નહી કહેવાય  તેનાથી ધનની પરેશાની થાય છે. તેથી તમે પર્સ અને પોકીટમાં પૈસા જરૂર મુકો 
 
તિજોરીમાં મુકો પૈસા -  જે રીતે પર્સને ખાલી રાખવુ અશુભ હોય છે એ જ રીતે લોકર તિજોરીમાં પૈસા ન મુકવા પણ હાનિકારક સાબિત થઈ શકે છે.  આ સ્થાને વર્ષના પહેલા દિવસે પૈસા જરૂર મુકો. જેથી આખુ વર્ષ તમારી ધનની યોગ્ય બની રહેશે. 
 
તૂટેલો ફુટેલો સામાન - ઘરમાં મુકેલ તૂટેલો કાચ કે તૂતેલી ખુરશી પલંગ વાસણ બંધ પડેલી ઘડિયાળ  ખંડિત મૂર્તિ  ખરાબ ફોટા અને ખરાબ ઈલેક્ટ્રોનિક સામાન  તૂટેલો દરવાજો  બંધ પડેલી પેન અને ટપકતા નળ આ બધી વસ્તુઓ આર્થિક નુકશન સાથે પરિવારના લોકોમાં માનસિક તનાવનુ પણ કારણ બને છે.  જેનાથી પરિવારના સભ્યોની ઉન્નતિમાં અવરોધ આવે છે.  એટલુ જ નહી પતિ પત્નીના વૈવાહિક જીવન પર પણ નકારાત્મક અસર નાખે છે.  આ બધી વસ્તુઓને નવા વર્ષમાં ઘરની બહાર કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરે આવશે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહેશે. 
 
દાન કરો - આખુ વર્ષ તમે અન્નપૂર્ણાની કૃપા ઈચ્છો છો તો આ દિવસે કોઈ ગરીબને સવા પાંચ કિલો ઘઉંનુ દાન કરો. ક્યારેય પણ ધન ધાન્ન્ય અને અનાજની કમી નહી આવે. 
 
વર્ષના પહેલા દિવસે મંદિર જતા પહેલા ઘરમાં પૂજા પાઠ જરૂર કરો. કારણ કે તમે મા લક્ષ્મીનુ આગમન તમારા ઘરમાં કરવા માંગો છો તો ઘરના મંદિરને સજાવીને પૂજા પાઠ કરીને સુંગધિત ધૂપ કે અગરબત્તી જરૂર લગાવવી જોઈએ તેનાથી તમારા ઘરમાં સકારાત્મકતાનુ વાતાવરણ ફેલાય જશે જે ઘરના દરેક સભ્યની અંદર પણ સકારાત્મકતા લાવશે. 
 
જો તમને સંગીત સાંભળવાનો શોખ છે તો નવા વર્ષથી રોજ  દિવસની શરૂઆત લાઉડ મ્યુઝિકથી નહી પણ ઈશ્વરના કોઈ ભજન કે મંત્રથી કરો.. પછી આપ ભલે તમારુ મનપસંદ સંગીત વગાડો. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર