21 ઓગસ્ટના રોજ લાગશે ભારતમાં સૂર્ય ગ્રહણ, જાણો જરૂરી વાતો..

ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (17:26 IST)
21 ઓગસ્ટના રોજ ભારતમાં આ વર્ષનુ બીજુ મોટુ સૂર્યગ્રહણ થશે. એવુ કહેવાય રહ્યુ છે કે આ ભારતમાં દેખાશે નહી પણ તેની અસર જરૂર જોવા મળશે.  આ સાથે જ એવુ માનવામાં આવી રહ્યુ છે કે નાસા આ ગ્રહણનુ લાઈવ ટેલિકાસ્ટ કરશે. 
 
આમ તો સૂર્યને હિન્દુ ધર્મમાં સમૃદ્ધિ અને માન-સન્માન અપાવનારા દેવતા માનવામાં આવે છે. આમ તો વિજ્ઞાનમાં સૂર્ય વિશે કહેવામાં આવ્યુ છે કે સૂર્ય સૌરમંડળના કેન્દ્રમાં સ્થિત એક તારો છે. જેની ચારેય બાજુ પૃથ્વી નએ સૌરમંડળના અવયવ ફરે છે. આ આપણા સૌર મંડળનું સૌથી મોટુ પિંડ છે. 
 
ઋગ્વેદ અને યજુર્વેદમાં સૂર્ય વિશેષ દેવતાનું સ્થાન આપવામાં આવ્યુ છે. વૈદિક કાળથી સૂર્યની પૂજાનુ ચલન છે. 
 
સૂર્યને સંપૂર્ણ જગતની આત્મા પણ કહેવામાં આવે છે. તેથી એવુ પણ માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ગ્રહણ થાય છે તો તે સમયે ભગવાન સૂર્યને ખૂબ કષ્ટ થાય છે.  ગ્રહણના કાળા પડછાયાથી તેમને પીડા થાય છે. 
 
તેથી આ સ્માયે ઈશ્વરનુ ધ્યાન કરવામાં આવે છે અને ગ્રહણની સમાપ્તિની પ્રાર્થના કરવામાં આવે છે. જો તમે ચાહો તો ૐ સ: સૂર્યાય નમ: મંત્રનુ જાપ પણ કરી શકો છો. 
 
એવુ માનવામાં આવે છે કે 21 ઓગસ્ટના રોજ પડનારુ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહી. લોકોને ભારતમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટે 2034 સુધી રાહ જોવી પડશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર