ગંભીરને જોઈએ છે સમજદાર યુવતી

ભાષા

બુધવાર, 30 ડિસેમ્બર 2009 (11:30 IST)
ટીમ ઇંડિયાના સૌથી યોગ્ય કુંવારા ખેલાડીઓમાંથી એક ગૌતમ ગંભીરનું કહેવું છે કે, જો તેમની ક્રિકેટની વ્યસ્તતાને સમજનારી કોઈ યુવતી મળી જશે તો તે તેની સાથે જરૂર લગ્ન કરી લેશે.

ગંભીરે કહ્યું કે, મારે એવી યુવતી જોઈએ જે એ સમજી શકે કે, મારે તેના કરતા વધુ સમય ક્રિકેટને આપવો પડશે. તેને એ જાણ હોવી જોઈએ કે, મારી વ્યસ્તતા ટીમની સાથે રહેશે અને હું તેને ઓછો સમય આપી શકીશ.

આ દિગ્ગજ બેટ્સમેને કહ્યું કે, જો તેમની આ ભાવનાને સમજનારી યુવતી મળી જશે તો તે તેની સાથે જરૂર લગ્ન કરી લેશે. (વાર્તા)

વેબદુનિયા પર વાંચો