સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે નવી તક

શુક્રવાર, 11 માર્ચ 2022 (14:50 IST)
સ્ટીલ ટેકનોલોજીમાં પોસ્ટ ડિપ્લોમાં અને બેચલર ડિગ્રી કોર્ષ થકી તાલીમ આપવામાં આવશે
 
દેશમાં વિવિધ રાજ્યોમાં થઈ રહેલા સ્ટીલ નિર્માણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓને યોગ્ય રીતે તાલીમ મળે તે હેતુથી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ(એએમએનએસ ઈન્ડિયા) અને ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ કરાર અંતર્ગત સ્ટીલ ટેકનોલોજીનો અભ્યાસ પોસ્ટ ડિપ્લોમાં અને બેચલર ડિગ્રી કોર્ષ થકી પૂરો પાડવામાં આવશે.
 
ગાંધીનગરમાં એકેડમીના એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ લક્ષ્મણ ઐયર અને કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એચ.આર.સુથાર વચ્ચે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ અને યુનવિર્સિટી ડિરેક્ટર જનરલ અંજુ શર્મા(આઈએએસ)ની હાજરીમાં આ સમજૂતી કરાર પર હસ્તાશક્ષર થયા છે. યુનિવર્સિટીના સહયોગથી, ધ એકેડમી ફોર સ્કીલ ડેવલોપમેન્ટ સ્ટીલ ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી કોર્ષ ચલાવાની સાથો-સાથ બે વર્ષનો પોસ્ટ ડિપ્લોમાં ઓફર કરાશે. વાર્ષિક 60થી વધુ યુવાઓને તાલીમ આપવામાં આવશે.
 
એકેડમી તાલિમ આપવા માટે અનુભવી ફેકલ્ટીની નિમણુંક કરશે અને ઈન્સ્ટીટ્યુટની કામગીરી માટે જરૂરી સ્ત્રોતની પણ ફાળવણી કરશે.આ ઉપરાંત, ઓન જોબ ટ્રેનિંગની વ્યવસ્થાની સાથે ઓન જોબ ટ્રેનિંગની વ્યવસ્થા અને તમામ ઉમેદવારોને થિયોરીટીકલ-પ્રેક્ટિકલ તાલીમ ઉપરાંત પ્લેસમેન્ટ માટે પણ સહાય કરવામાં આવશે.
 
એએમએનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સિંગ ઈન્ડસ્ટ્રિયલ રિલેશન્સ એન્ડ એડમિનીસ્ટ્રેશન વિભાગના હેડ અનિલ મટૂ જણાવે છે કે," એએમએનએસ ઈન્ડિયા ઉદ્યોગ માટે કુશળ શ્રમદળ ઉપલબ્ધ કરવાની ખાત્રી કરવા માટે કટિબદ્ધ છે. કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટી સાથે સમજૂતી કરારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને થિયોરિટીકલ-પ્રેક્ટિકલ તાલીમના સમન્વય સાથે અમારા અદ્યતન એકમમાં સ્ટીલ ટેકનોલોજીમાં સમગ્રલક્ષી ભણતર પૂરો પાડવાનો છે."
 
અંજુ શર્માએ વિવિધ અભ્યાસક્રમો અંગ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "સ્કીલ યુનિવર્સિટી કૌશલ્ય વિકાસમાં વૃદ્ધિ કરી ઉદ્યોગો અને શિક્ષણ સંસ્થાઓની માંગ મુજબ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે મજબૂત માળખું પુરૂં પાડીને ઉદ્યોગો અને યુવાનોની મહેચ્છાઓ સંતોષાશે."
 
કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એચ.આર.સુથાર જણાવે છે કે,"સ્કીલ યુનિવર્સિટી સાથે એએમએનએસ ઈન્ડિયાના સમજૂતી પ્રથમ કરાર યુવાનોને એન્જિનિયરીંગ ક્ષેત્રે નિપુણતાં માટે લાભદાયી બનશે".
 
ઉલ્લેખનીય છે કે, એકેડમી મુખ્યત્વે તાલીમ પૂરી પાડવાની સાથો-સાથ ડિપ્લોમાં એન્જિનિયર્સના અપસ્કીલીંગ સાથે સંકળાયેલી છે. અહીંથી અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થી દેશમાં વિવિધ જગ્યાએ સ્થપાયેલી સ્ટીલ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટમાં નોકરી મેળવવા મજબૂત દાવેદારી કરી શકશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર