Wrestling Federation of India - યૂનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ રેસલિંગ ફેડરેશન ઓફ ઈંડિયા (WFI)ની સદસ્યતા અનિશ્ચિતકાળ માટે રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. UWW દ્વારા આ કાર્યવાહી WFI દ્વારા જરૂરી ચૂંટણી કરાવવામાં નિષ્ફળતાને કારણે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય કુશ્તી જગતમાં અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ અને સ્ટાર પહેલવાનો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
12 ઓગસ્ટના રોજ થવાની હતી ચૂંટણી
WFI ની ગવર્નિંગ બોડીમાં 15 પદો માટેની ચૂંટણી 12 ઓગસ્ટના રોજ યોજાવાની હતી. સોમવારે, આઉટગોઇંગ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સાથી સંજય સિંહ સહિત ઉત્તર પ્રદેશના ચાર ઉમેદવારોએ નવી દિલ્હીના ઓલિમ્પિક ભવનમાં આ પદ માટે નામાંકન દાખલ કર્યું હતું. ચંદીગઢ રેસલિંગ એસોસિયેશનના દર્શન લાલને જનરલ સેક્રેટરીના પદ માટે જ્યારે ઉત્તરાખંડના એસપી દેસવાલને બ્રિજ ભૂષણ કેમ્પમાંથી ખજાનચી માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો
ભારતના ટોચના કુસ્તીબાજોએ તેની કામગીરીનો વિરોધ કર્યા બાદ અને તેના તત્કાલિન પ્રમુખ બ્રિજ ભૂષણ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ મૂક્યા બાદ WFIને પ્રથમ જાન્યુઆરીમાં અને ફરીથી મે મહિનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. WFI ના રોજ-બ-રોજની બાબતોનું સંચાલન હાલમાં ભૂપેન્દર સિંહ બાજવાના નેતૃત્વમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા રચાયેલી એડ-હોક સમિતિ દ્વારા કરવામાં આવે છે. નોંધનીય છે કે, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ, રમતના સર્વોચ્ચ સ્તરે સંચાલન કરતી સંસ્થાએ WFIને જો ચૂંટણીમાં વિલંબ થશે તો તેને સસ્પેન્ડ કરવાની ચેતવણી આપી હતી.