અરવિંદ સાવંતની માફી વિશે શાયના એનસીએ શું કહ્યું?

રવિવાર, 3 નવેમ્બર 2024 (11:45 IST)
શિવસેનાના (યુબીટી) નેતા અરવિંદ સાવંતે શિવસેનાનાં નેતા શાયના એનસી વિશેના નિવેદન વિશે માફી માગી લીધી છે.
 
શાયના એનસીએ કહ્યું, "આજે શિવસેનાના (યુબીટી) સંજય રાઉતના નિવેદન વિશે પૂછવા માગું છું, જેમાં તેમણે કહ્યું હતું કે માફી માગવાની નથી, તે ઇમ્પૉર્ટેડ છે."
 
"સંજય રાઉતજી ત્રણ પેઢીથી મારો પરિવાર દક્ષિણ મુંબઈમાં કાર્યરત્ છે. મેં તેના પુરાવા પણ દેખાડ્યા છે. વર્ષ 2014થી 2019 સુધી મેં અરવિંદ સાવંત માટે પ્રચાર કર્યો, ત્યારે હું તમારી બહેન હતી અને આજે 
 
ઇમ્પૉર્ટેડ માલ બની ગઈ છું."
 
"હું કહેવા માગું છું કે શું સંજય રાઉતજી તમને માલ જેવા શબ્દ સામે વાંધો ન હોય, તો આને કારણે તમારી મનોસ્થિતિ સ્પષ્ટ થાય છે."
 
શાયના એનસીએ કહ્યું, "એક મહિલા 20 વર્ષથી રાજકારણમાં છે. હું કોઈ વિવાદ (-માં આવી નથી) કે કોઈ ટિપ્પણી (કરી નથી) કે એફઆઈઆર પણ નોંધાવી નથી. પરંતુ મને નકારવા માટે આવી ટિપ્પણી કરશો, 
 
તો તમને જડબાતોડ જવાબ મળશે. એટલે જ કદાચ 30 કલાક પછી આજે તમે માફી માગી છે."
 
"પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે અરવિંદ સાવંત માફી માગે છે અને સંજય રાઉત કહે છે કે એમણે કશું ખોટું નથી કહ્યું. આના વિશે મહાવિનાશ અઘાડીનું સત્તાવાર વલણ શું છે?"
 
"માફ કરનાર હું કોણ છું ? મુંબા દેવીની મહિલાઓએ નિર્ણય કરવાનો છે. એમણે નક્કી કરવું રહ્યું કે આ પ્રકારનાં નિવેદનો છતાં તેઓ મહાવિનાશ અઘાડી પર વિશ્વાસ કરી શકે છે?"૝
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર