સામાયિકના બત્રીસ દોષ

W.D

મનના 10 દોષ+ વચનના 10 દોષ+ કાયાના 12 દોષ= 32 દોષ

મનના દસ દોષ

1. વિવેક વિના સામાયિક કરે તો અવિવેક દોષ
2. યશકીર્તિ માટે સામાયિક કરે તો યશોવાંછા દોષ
3. ધનાદિના લાભનીન ઈચ્છાથી કરે તો લાભવાંછા દોષ
4. ઘમંડ સહિત કરે તો ગર્વ દોષ
5. રાજાધિક અપરાધનક ભયથી કરે તો ભય દોષ
6. સામાયિકમાં નિદાન કરે તો નિદાન દોષ
7. ફળમાં સંશય રાખીને સામાયિક કરે તો સંશય દોષ
8. સામાયિકમાં ક્રોધ, માન, માયા, લોભ કરે તો રોષ દોષ
9. વિનયપૂર્વક સામાયિક ન કરે તથા સામાયિકમાં દેવ, ગુરૂ, ધર્મની અવિનય આશાતના કરે તો અવિનય દોષ.
10. બહુમાન તથા ભક્તિભાવનાપૂર્વક સામાયિક ન કરતાં બેગારીની જેમ સામાયિક કરે તો અબહુમાન દોષ.

વચનના દસ દોષ
1. કુવચન-કુચિકિત્સક વચન બોલે તો, કુવચન દોષ
2. વગર વિચાર્યા વિના બોલે તો સહસાકર દોષ
3. સામાયિકમાં રાગ ઉત્પન્ન કરનાર સંસાર સંબંધી ગીતો ગાય તો સ્વચ્છંદ દોષ
4. સામાયિકમાં પાઠ અને વાક્યને સંક્ષિપ્ત કરીને બોલે તો સંક્ષેપ દોષ
5. સામાયિકમાં ક્લેશકારી વચન બોલે તો કલેહ દોષ
6. સ્ત્રી કથા, દેવકથા, રાજકથા, ભોજનકથા આ ચારો કથાઓમાંથી કોઈ કથા કરે તો વિકથા દોષ
7. સામાયિકમાં હાસ્ય, મશ્કરી, મજાક-મસ્તી કરે તો હાસ્ય દોષ
8. સામાયિકમાં પાઠોનું ઉચ્ચારણ સરખી રીત ન કરે તો અશુધ્ધ દોષ
9. સામાયિકમાં અપેક્ષા-ઉપયોગ વિના બોલે તો નિરપેક્ષ દોષ
10. સ્પષ્ટ ઉચ્ચારણ ન કરે, ગણ-ગણ બોલે તો મુમ્મુણ દોષ

કાયાના બાર દોષ

1. સામાયિકમાં અયોગ્ય આસનથી બેસે તો જેમ કે પગ પર પગ ચડાવે વગેરે અભિમાનના આસન પર બેસે તો કુઆસન દોષ
2. સામાયિકમાં સ્થિર આસન ન રાખે, અસન બદલે, ચપલાઈ કરે તો ચલાસન દોષ
3. સામાયિકમાં આમતેમ નજર કરે તો ચલદ્રષ્ટિ દોષ
4. સામાયિકમાં શરીરથી કોઈ સાવધ ક્રિયા કરે, ઘરની રખેવાળી કરે, શરીરથી ઈશારાઓ કરે તો સાવધ ક્રિયા દોષ.
5. સામાયિકમાં ભૌતાદિકનો ટેકો લે તો આલંબન દોષ
6. સામાયિકમાં કોઈ પણ પ્રૌયોજન વિના હાથ-પગને સંકોચે કે ફેલાવે તો આકુચન પ્રસારણ દોષ
7. સામાયિકમાં અંગને વાળે તો આળસ દોષ
8. સામાયિકમાં હાથ-પગની આંગળીના કડકા બોલાવે તો મોટન દોષ
9. સામાયિકમં મેલ કાઢે તો મલ દોષ
10. ગાલ પર કે કપાળ પર હાથ રાખીને બેસે તો વિમાસ્ના દોષ
11. સામાયિકમાં નિંદ્રા લે તો નિંદ્રા દોષ
12. સામાયિકમાં કોઈ પણ કારણ વિના બીજાની સાથે વાતો કરે તો વૈયાવૃત્ત દોષ

વેબદુનિયા પર વાંચો