હવે WhatsApp પર રેડ હાર્ટ ઇમોજી મોકલશો તો જવુ પડશે જેલ અને 20 લાખનો દંડ, જાણો આ નવા કાયદા વિશે

સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (14:28 IST)
WhatsApp આજે વિશ્વની સૌથી લોકપ્રિય મલ્ટીમીડિયા મેસેજિંગ એપ્લિકેશન બની ગઈ છે. લોકોએ વ્હોટ્સએપ પર પર્સનલથી લઈને પ્રોફેશનલ સુધી વાત કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વોટ્સએપ પર ચેટિંગની આ લત તમને જેલ પણ પહોંચાડી શકે છે અને તમને 20 લાખ રૂપિયા સુધીનો ભારે દંડ ભરવો પડી શકે છે.
 
WhatsApp પર ઈમોજીનો ઉપયોગ યૂઝર્સ પોતાના ઈમોશન્સને એક્સપ્રેસ કરવા માટે કરે છે. ઘણી વાર એક ઈમોજી એવી વાતો કહી જાય છે, જે કોઈ ટેક્સ્ટમાં તે અંદાજમાં ન લખી શકાય. પરંતુ શું થશે જો તમને ઈમોજીને કારણે જેલ જવું પડે? એવો એક કાનુન છે, જેમાં ઈમોજીને કારણે તમે જેલ પહોંચી શકો છો. Saudi Arabiaમાં 'રેડ હાર્ટ' ઈમોજી વોટ્સએપ પર મોકલવું ક્રાઈમ માનવામાં આવે છે. રિપોર્ટ્સનું માનીએ તો સાઉદી સાઈબર ક્રાઈમ એક્સપર્ટે લોકોને રેડ હાર્ટ ઈમોજી WhatsApp પર મોકલવાને લઈને વોર્ન કર્યા છે. પરંતુ ન્યૂઝપેપરને આપવામાં આવેલ એક બયાનમાં Saudi Arabia ના Anti-Fraud Association ના એક નંબરમાં જણાવ્યું છે કે WhatsApp પર રેડ હાર્ટ ઈમોજી મોકલવું હરેસમેંટ ક્રાઈમ બની શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર