રિલાયંસ JIO આપી રહ્યુ છે 810GB ડેટા, લેવો પડશે આ પ્લાન

મંગળવાર, 25 એપ્રિલ 2017 (16:13 IST)
રિલાયંસ જિયોએ બજારમાં આવતાની સાથે ડેટા યુદ્ધ છેડાય ગયુ છે.  પહેલા હેપ્પી ન્યૂ ઈયર ઓફર પછી સમર સરપ્રાઈઝ અને હવે ધન ધના ધન જેવા અનેક ઓફર પણ શરૂ કરી. ફેબ્રુઆરીમાં પ્રાઈમ મેંબરશિપની જાહેરાત સાથે કંપની પોતના ગ્રાહકોને 19 રૂપિયાથી લઈને 9,999 રૂપિયા સુધીની ઓફર આપી રહી હતી પણ ધન ધના ધનના લોંચ પછી આ પ્લાન જિયોની વેબસાઈટ પર દેખાતા નથી. બીજી બાજુ કંપનીએ 9,999 રૂપિયાનો નવો પ્લાન રજુ કર્યો છે. 
 
જો તમે 9,999 રૂપિયાનુ રિચાર્જ કરાવો છો તો તમને 810 જીબી 4જી ડેટા મળશે અને તે 420 દિવસ સુધી મતલબ 14 મહિના સુધીનો રહેશે.  જો કે આ પ્લાન પ્રાઈમ મેંબર માટે છે. બીજી બાજુ નૉન પ્રાઈમ મેંબરને 750 જીબી ડેટા મળશે અને તે 12 મહિના સુધી ચાલશે.  
 
ઉલ્લેખનીય છે કે જિયોના ગ્રાહક દર મહિને 110 કરોડ જીબી ડેટાનો ઉપયોગ કરે છે. તેની માહિતી ખુદ કંપનીએ સોમવારે પોતાના નિવેદનમાં આપી. કંપનીના મુજબ ફેબ્રુઆરીમાં જ્યા ગ્રાહકોની સંખ્યા 10 કરોડ હતી તો બીજી બાજુ જિયોના ગ્રાહકોની સંખ્યા 10.89 કરોડ થઈ ગઈ છે. 

વેબદુનિયા પર વાંચો