આવી રહ્યો છે જોરદાર ફીચર્સ વાળો Realme નો પ્રથમ સૌથી સસ્તો લેપટૉપ 50 હજારથી ઓછી થઈ શકે છે કીમત

બુધવાર, 5 મે 2021 (11:01 IST)
સ્માર્ટફોન માર્કેટમાં પોતાનુ વર્ચસ્વ કાયમ કરવા રિયલમી લેપટૉપના સેગમંટમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યુ છે. કંપની તેમના ફોરમ પર યૂજર્સને લેપટૉપને લઈને ઘણા સવાલ પૂછી રહી છે . રિયલમી ગ્રાહકોને પૂછ્યુ કે શું તે આવનાર ત્રણ મહીનામાં લેપટૉપ ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યા છે. કંપનીની આ વાતોંથી લાગી રહ્યો છે કે Realme વર્ષ 2021ની ત્રીજા કવાર્ટરમાં તેમનુ પ્રથમ લેપટૉપ લાંચ કરવાની તૈયારીમાં છે. 
 
30,0000 થી 50,000 રૂપિયાના વચ્ચે હોઈ શકે છે રિયલમીના લેપટૉપની કીમત 
આ જનરલ સવાલો ઉપરાંત કંપનીએ પ્રાઈસ રેંજને લઈને પણ સવાલ કર્યા છે. રિયલમીએ લેપટૉપને લઈને યૂજર્સને પૂછ્યુ કે જો કંપની લેપટૉપ કરે છે તો તેની કેટલી કીમત આપવા તૈયાર છો. રિયલમીના લેપટૉપની પ્રાઈસ રેંજ 30,0000 થી 50,000 રૂપિયા વચ્ચે છે. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે કંપની ભારતમાં તેમનુ પ્રથમ લેપટૉપ 50000 રૂપિયાની અંદર લાંચ કરવા વિચારી રહી છે. 
 
શાઓમીના લેપટૉપને મળશે ટક્કર 
રિયલમી લેપટૉપ લાંચ થવાની વાત જો સત્ય થઈ તો તેનાથી સીધા શાઓમી નોટબુક 14 ને ટક્કર મળશે. કારણ કે આ લેપટૉપની કીમત 41,999 રૂપિયા છે. રીઅલમી પણ આ જ રેન્જમાં તેનું લેપટોપ ઉતારવાનું વિચારી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ લેપટોપ રિયલમીનું પહેલું લેપટોપ હશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર