ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગની ઘટનામાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય

બુધવાર, 5 મે 2021 (07:37 IST)
સમગ્ર વિશ્વ હાલમાં કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. થોડાં દિવસ પહેલાં ભરૂચ ખાતની વેલફેર હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી જેમાં 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે ગુજરાત સરકારે તમામ મૃતકો માટે 4 લાખની સહાય જાહેર કરી છે. 
 
તો બીજી તરફ જાણિતા કથાકાર મોરારિબાપુએ આ મૃતક લોકોનાં પરિવારજનને નુમાનજીની સાંત્વના રૂપે રૂપિયા 5 હજારની તત્કાલ સહાય મોકલાવેલ છે.
રામકથાના શ્રોતાઓ તરફથી આ સહાય પહોંચતી કરાઇ છે.  કુલ18 મૃતકો લેખે 90 હજાર જેટલી આ સહાય મોકલી છે.  પૂજ્ય મોરારી બાપુએ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમનાં પરિવાજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની કપરી સ્થિતીમાં ઓક્સિજન, ઇન્જેક્શન, બેડ, દવા કે ડોક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાનાં દાનની જાહેરાત કરી છે. જેમાં ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને તેના સંલગ્ન સેવા કર્મચારીઓ તરફથી પાંચ લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર