આ લગ્ન થાણે જિલ્લાના કલ્યાણમાં થયા હતા. આ અવસર પર પરિવાર, મિત્રો, સંબંધીઓની સાથે તુષારની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કેટલાક ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા.
તુષાર દેશપાંડેએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના લગ્ન વિશેની માહિતી શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'દિલની મુલાકાત, એક નવી શરૂઆત, જય બજરંગ બલી.' ફોટોગ્રાફરને ટેગ કરીને તેણે લખ્યું, 'અમારા જીવનની આ ખાસ ક્ષણોને ખૂબ સુંદર રીતે કેપ્ચર કરવા બદલ તમારો આભાર.'