IPL 2024 શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સે એક ચોંકાવનારો નિર્ણય લઈને ફેન્સને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે દરેક સીઝનની જેમ, IPLની શરૂઆત પહેલા, તમામ ટીમોના કેપ્ટન ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવે છે. આ સિઝનમાં પણ એવું જ થયું, જ્યાં તમામ 10 ટીમોના કેપ્ટનોને ફોટોશૂટ માટે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સનો કપ્તાન એમએસ ધોની આ તસવીરમાં જોવા મળ્યા નહોતા. તેના સ્થાને ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને મોકલવામાં આવ્યા હતા. CSK ની તરફથી હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે ગાયકવાડ આ સિઝનમાં ટીમની કપ્તાની કરશે.