KKRના બોલરોનું શાનદાર પ્રદર્શન
વરુણ ચક્રવર્તીની આગેવાની હેઠળના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને નવ વિકેટે 153 રનના સ્કોર સુધી રોકી દીધી હતી. ચક્રવર્તીએ 16 રનમાં ત્રણ વિકેટ, હર્ષિત રાણાએ 28 રનમાં બે વિકેટ અને વૈભવ અરોરાએ 29 રનમાં બે વિકેટ લીધી હતી. કેકેઆરની ધારદાર બોલિંગ સામે દિલ્હીની ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને ટીમ તરફથી કોઈ મોટી ભાગીદારી થઈ ન હતી. સુનીલ નારાયણ અને મિશેલ સ્ટાર્કે પણ એક-એક વિકેટ લીધી હતી. સાથે જ નવમા નંબર પર બેટિંગ કરવા આવેલા કુલદીપ યાદવે 26 બોલમાં અણનમ 35 રન બનાવ્યા જે દિલ્હી માટે ટોપ સ્કોર હતો.