IPL 2021, CSK vs SRH:ફાફ ડૂ પ્લેસિસ-ગાયકવાડના દમ પર ચેન્નને મળી સહેલી જીત, હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યુ.

બુધવાર, 28 એપ્રિલ 2021 (23:41 IST)
આઈપીએલ 2021ના 23માં મુકાબલામાં બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઝર્સ હૈદરાબાદ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ, ચેન્નઈએ 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 172 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ચેન્નઈ તરફથી ફાફ ડુ પ્લેસીસે 56 અને ઋતુરાજ ગાયકવાડે 75 રન બનાવ્યા. 
હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી. આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ડેવિડ વોર્નરે 57 અને મનીષ પાંડેએ 61 રન બનાવ્યા. ચેન્નઈ તરફથી લુંગી નિગડીએ બે વિકેટ ઝડપી હતી. 

 
- ચેન્નઇએ 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 172 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ચેન્નઈ તરફથી સુરેશ રૈના 17 અને રવિન્દ્ર જાડેજા 7 રને અણનમ રહ્યા હતા.
- 16 ઓવર બાદ ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર બે વિકેટના નુકસાન પર 150 રન છે. રવિન્દ્ર જાડેજા 1 અને સુરેશ રૈના 1 રન બનાવીને રમી રહ્યા છે. ચેન્નઇને જીતવા માટે 24 બોલમાં જીતવા 22 રનની જરૂર છે. 
 
- 15મી ઓવરની અંતિમ બોલ પર રાશિદ ખાને ફાફ ડુ પ્લેસિસને આઉટ કરી દીધો છે. 15 મી ઓવરની અંતિમ બૉલ પર રાશિદ ખાન ફાફ ડુ પ્લેસિસને આઉટ કરી દીધો છે. ડુ પ્લેસિસ 56 રન બનાવીને આઉટ થયો. 
 
- 15મી ઓવરની પાંચમી બોલ પર રાશિદ ખાને મોઈન અલીને આઉટ કરી દીધો છે. મોઈન 15 રન બનાવીને આઉટ થયા. 
 
- 13મી ઓવરની અંતિમ બોલ પર રાશિદ ખાને ઋતુરાજ ગાયકવાડે 75 રન પર આઉટ કરી દીધો. 13મી ઓવર પછી ચેન્નઈ પછી ચેન્નઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટના નુકશાન પર 129 રન છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર