સમગ્ર ગુજરાતમાં સફાઈકર્મીઓ આજે હડતાલની જાહેરાત કરાઈ, ગેંગરેપના વિરોધમાં મોટી જાહેરાત

મંગળવાર, 6 ઑક્ટોબર 2020 (10:17 IST)
ઉત્તર પ્રદેશની ગેંગરેપની ઘટનામાં પીડિત પરિવારને વહેલામાં વહેલા ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આજે સવારથી જ અમદાવાદમાં સફાઈ કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ન તો વિરોધ પ્રદર્શન, ન કોઈ જાહેર સભા. કોરોનાને ધ્યાનમાં રાખીને સફાઈ કર્મચારીઓએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું નક્કી કર્યું છે. 
 
યુપીના હાથરસ ગામમાં દલિત સમાજની દીકરી સાથે દુષ્કર્મ હત્યાના વિરોધમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નોકરમંડળ દ્વારા એક દિવસની પ્રતિકાત્મક હડતાલની જાહેરાત કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલના સફાઈ કામદારો આજે મંગળવારે એક દિવસ શહેરભરમાં સફાઈ ન કરીને વિરોધ નોંધાવશે. શહેરભરમાં સફાઈ કામગીરી સંપૂર્ણ બંધ રખાશે.
 
શહેર ભરમાં 15 હજાર જેટલા કાયમી સફાઈ કામદારો છે અને 7 હજાર જેટલા રોજમદાર કર્મચારીઓ છે જે પોતાના કામથી દૂર રહી હાથરસમાં પીડિતાનો પરિવાર છે તેને ન્યાય મળે તેની માંગ કરી રહ્યા છે. આજ મુદ્દે કલેકટર ને આવેદન આપવામાં આવશે અને ન્યાયની માંગ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર