જયપુર. કિગ્સ ઈલેવન પંજાબના કપ્તાન રવિચંદ્રન અશ્વિને સોમવારે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને માંકડ અંદાઅમાં રનઆઉટ કરીને વિવાદને જન્મ આપ્યો છે. આ ઘટના પર ક્રિકેટ જગતમાં ચર્ચા છેડાય ગઈ છેકે અશ્વિને એ કર્યુ તે સાચુ હતુ કે ખોટુ. ઉલ્લેખનીય છે કે આ દ્રશ્યનો સૌથી વધુ ફાયદો સોશિયલ મીડિયા પર સક્રિય યુઝર્સ ઉઠાવ્યો. જેમણે અનેક પ્રકારના મીમ્સ બનાવીને તેને સુપરહિટ શો બનાવી દીધો છે. બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ લગાનનો આવુ જ એક દ્રશ્ય સોશિયલ મીદિયા પર વાયરલ થયુ છે. જેમા માંડક રનઆઉટ બતાવાયો છે.
તમને જાણ હશે કે 1947માં ભારતના ઓલરાઉંડર વીનૂ માંકડે આ અંદાજમાં રનઆઉટ કરીને ઓસ્ટ્રેલિયાઈ બેટ્સમેન બિલ બ્રાઉનને પેવેલિયન મોકલ્યો હતો. માંકડે બે વાર આ તકનીકનો ઉપયોગ કર્યો હતો. તેમણે અભ્યાસ મેચ અને પછી સીરિઝના બીજી ટેસ્ટમાં બેટ્સમેનને વિવાદિત ઢંગથી રનઆઉટ કર્યો. ત્યાબાદથી આ રીતે આઉટ થવાને માંકડના નામ પર મુકવામાં આવ્યુ.
સોશિયલ મીડિયા યૂઝર્સે એ દ્રશ્ય અને અશ્વિનનો ફોટો એકસાથે મેળવ્યો અને મજેદાર કેપ્શન્સ સાથે રજુ કર્યુ. એક યૂઝરે લખ્યુ, અશ્ચિને લગાનનો બદલો લીધો. એક યૂઝરે લખ્યુ, અશ્વિને એ કર્યુ તે વધુ ખરાબ ન લાગ્યુ. કારણ કે તેણે બટલર સાથે એ કર્યુ જે રસેલની ટીમના સાથીએ ભૂવનની ટીમના સાથી સાથે કર્યુ હતુ. લગાનનો બદલો લેશે રે આ રવિચંદ્રન અશ્વિન.