ગયા વર્ષના આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ એકવાર ફરીથી પોતાનો ખિતાબને ડિફેંડ કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી રમાયેલ 6 મુકાબલામાંથી ચેન્નઈએ 5 જીત્યા છે અને એક હાર્યા છે. હાલ ધોનીની કપ્તાનીવાળી સીએસકે પોઈંટ્સ ટેબલમાં ટોપ પર છે. મંગળવારે કલકત્તા નાઈટ રાઈડર્સના વિરુદ્ધ એક મુકાબલામાં ચેન્નઈએ સસત વિકેટથી સહેલી જીત મેળવી. ટૉસ જીતીને પહેલા બોલિંગ કરતા ચેન્નઈના કેકેઆરની વિસ્ફોટક બેટ્સમેનને રન બનાવવાની તક નથી આપી.
મેચ પછી ચહરે કહ્યુ, હુ જાણતો હતો કે અમે ચેન્નઈમાં ઘણા બધા મુકાબલા રમીશુ તેથી મે સ્લોઅર બૉલ અને યોર્કર પર કામ કર્યુ. ચહરે કહ્યુ, "હુ ડ્રેસિંગ રૂમમાં ધોની સાથે ખૂબ સમય વિતાવુ છુ અને ટેબલ ટેનિસ રમતા સમયે તેમની પાસેથી ઘણુ બધુ સીખુ છુ. ચેન્નઈની ટીમ હાલ 10 અંક સાથે પોઈંટ ટેબલમાં પહેલા સ્થાન પર છે.