બેંગ્લુરૂ ગયેલા કોંગ્રેસના ધારાસભ્ય કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું
મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (12:37 IST)
રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે આજે મંગળવારે મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં રાજ્ય સભાની ચૂંટણીમાં 23 વર્ષ પછી કસોકસનો જંગ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ, કોંગ્રેસના 44 ધારાસભ્યમાંથી એક કરમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યું છે. ઉપરાંત શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થિત પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસ વિરોધી મતદાન કર્યું છે.તે દરમિયાન અમિત શાહ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના ભાજપના ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા હતા. તો બીજી તરફ આણંદના નિજાનંદ રિસોર્ટથી કોંગ્રેસની ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, મેં મારો મત અહેમદ પટેલને નથી આપ્યો, જ્યારે JDUના ધારાસભ્ય છોટુ વસાવાએ દેશના ભલા માટે વોટ આપ્યો હોવાનું જણાવ્યું હતું.