રાજકોટના લોકમેળામાં દુર્ઘટના - બ્રેક ડાન્સની રાઈડમાં એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

સોમવાર, 22 ઑગસ્ટ 2022 (11:45 IST)
બે વર્ષ બાદ આ વખતે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકમેળાનું આયોજન થયું છે. બીજી તરફ આ વખતે લોકોમેળામાં દુર્ઘટનાના પણ સમાચારો સામે આવ્યા છે. ગોંડલ અને રાજકોટના લોકમેળા (Lok Melo)માં દુર્ઘટનાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં બે લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. જોકે, ત્યાં હાજર તમામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા રાજકોટના આ જ લોકમેળામાં બ્રેક ડાન્સની (break dance) રાઈડમાં એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
 
રાજકોટમાં (Rajkot) જન્માષ્ટમીના લોકમેળોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકમેળાને લઇને પોલીસ કમિશનર દ્રારા રેસકોર્ષ રિંગ રોડ પર વાહન લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકાયો હતો.સાથે જ કુલ 18 પાર્કિંગ ઝોન (parking zone) રાખવામાં આવ્યા હતા.આ સાથે મેળામાં વહિવટી તંત્ર,પોલીસ,PGVCL,મહાનગરપાલિકા સહિતની ટીમો તૈનાત રહેશે.આખા મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા.પાંચ દિવસના મેળામાં સૌરાષ્ટ્રમાંથી (Saurashtra) લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર