ઘરેલુ ઉપચાર - ગરમીમાં આ રીતે મેળવો અળાઈઓથી છુટકારો
શુક્રવાર, 7 એપ્રિલ 2017 (16:54 IST)
ગરમીની ઋતુમાં અનેક લોકોના શરીર પર લાલ દાણા કે રેશા થઈ જાય છે. જેને અળાઈઓ પણ કહે છે. પરસેવાની નળીના મુખનો વરમ થવાથી આ ફોડકી થાય છે, તે છૂટી છૂટી અથવા જથ્થાબંધ હોય છે. તે મટે છે ત્યારે ચામડીની ખોળ ઊતરી જાય છે. આખા શરીર ઉપર નીકળી આવે ત્યારે થોડો ઘણો તાવ આવે છે. જે ભાગમાં તે નીકળી હોય ત્યાં ઘણી ખંજવાળ તથા ચળ આવે છે અને જેમ તેને ખંજવાળવામાં આવે તેમ તેની અંદરનો દાહ વધતો જાય છે. ગરમીની હવામાં ચામડી હદ ઉપરાંત તપી જવાથી તે ઘણી વાર નીકળી આવે છે. નાના બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તાપમાં રમવાને કારણે બાળકોને ઘણો પરસેવો આવી જાય છે. જેનાથી તેમના ચેહરા, પીઠ અને ગળા પર અળાઈઓ થઈ જાય છે. બાળકો ઉપરાંત અનેક મોટા લોકોને પણ તેનાથી પરેશાન રહે છે. આવામાં પાતળા સુતરાઉ કપડા પહેરવા જોઈએ. કેટલાક ઘરેલુ ઉપાય કરીને તમે અળાઈઓથી રાહત મેળવી શકો છો.
1. હવા - અળાઈઓ થતા શરીરને ઠંડી હવા લાગવા દો. જે સ્થાન પર રેશાજ હોય તે ભાગને કપડા વગરનો રાખો. હવા લાગતા આ જલ્દી ઠીક થઈ જાય છે. નાના બાળકોને ડાયપર પહેરાવવાથી પુઠ્ઠા પર રેશેજ થઈ જાય છે. આવામાં તેમને ડાયપર ન પહેરાવો અને હવા લાગવા દો.
2. સિથેટિક કપડા - ગરમીની ઋતુમાં કોટનના કપડા પહેરો. સિથૈટિક કપડાને કારણે શરીર પર પરસેવો આવે છે. જેનાથી અળાઈઓ થઈ જાય છે. આવામાં આ કપડાનો ઉપયોગ ન કરો.
3. ઠંડા પીણા - ગરમીની ઋતુમાં શરીરને હાઈડ્રેટ કરવા માટે ઠંડી ડ્રિંક્સ પીવો. આવામાં છાશ લીંબૂ અને નારિયળ પાણી પીવુ લાભકારી હોય છે.
4. હેલ્ધી ફૂડ - આ ઋતુમાં વધુ ફ્રાઈડ વસ્તુઓ ન ખાવી જોઈએ. તમારી ડાયેટમાં તાજા ફળ, સલાદ અને હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરો.
5. સૂકી ત્વચા - તમારી સ્કિન હંમેશા સૂકી રાખો. ન્હાયા પછી શરીરને ટોવેલથી સારી રીતે લૂંછી લો. પરસેવાથી બચવા માટે પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો.
ઘરેલુ ઉપચાર
દહી - શરીરના જે પણ ભાગ પર અળાઈઓ હોય ત્યા દહી લગાવી રાખો. 15 મિનિટ પછી તેને ઠંડા પાણીથી સાફ કરો અને ટોવેલથી સારી રીતે લૂંછી લો. તેનાથી શરીરને ઠંડક મળશે અને અળાઈઓથી પણ રાહત મળે છે.
ગુલાબ જળ - ગુલાબ જળથી પણ અળાઈઓથી છુટકારો મેળવી શકાય છે. આ માટે 200 મિલી ગુલાબ જળમાં ચાર મોટી ચમચી મધ અને થોડુ પાણી મિક્સ કરો. આ મિશ્રણને આઈસ ક્યૂબમાં નાખીને જમાવી લો. જમાવેલા બરફને એક નરમ કપડામાં બાંધીને અળાઈઓ પર લગાવો.
- મુલ્તાની માટી - મુલ્તાની માટી શરીરને ઠંડક આપે છે. આ માટે 2 ચમચી ફુદીનાનુ પેસ્ટ, 3 મોટા ચમચી મુલ્તાની માટી અને થોડુ દૂધ મિક્સ કરીને લેપ તૈયાર કરો. તેને સ્કિન પર લગાવો અને સૂકાયા પછી ઠંડા પાણીથી નહાઈ લો. તેનાથી અળાઈઓથી ખૂબ રાહત મળે છે.