સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ, ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર કંપનીઓ માટે સહાયક ઇકોસિસ્ટમ ઊભી કરી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ પહેલ સાથે રાજ્યની ચાર મોટી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ નવા પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. 1.24 લાખ કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. તેનાથી 53,000 નવી રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2021માં 'ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન'ની શરૂઆત કરી હતી. આ માટે 76,000 કરોડ રૂપિયાનું પર્યાપ્ત બજેટ ફાળવવામાં આવ્યું છે. 2020માં ભારતના સેમિકન્ડક્ટર માર્કેટનું મૂલ્ય 15 અરબ ડોલર હતું, જે 2026 સુધીમાં $63 બિલિયનને વટાવી જવાનો અંદાજ છે.