LIVE: પાકિસ્તાન ચૂંટણી 2018 - પાકિસ્તાન માટે આજનો દિવસ ખૂબ મહત્વનો- જાણો કોણ બનશે પ્રધાનમંત્રી

બુધવાર, 25 જુલાઈ 2018 (13:03 IST)
મહિલા પોલિંગ સ્ટેશન ખિપ્રો ક્ષેત્ર - મહિલાઓ માટે બનાવેલું ખાસ પોલિંગ સ્ટેશનમાં બે ગુટમાં ઝડપમાં 7 લોકો ઘાયલ થઈ ગયા. જણાવી રહ્યું છે કે ઝગડો ને મતદાઓના વચ્ચે શરૂ થયું જે ધીમે ધીમે વધી ગયું અને એ પીપીપી અને જીડીએના કાર્યકાર્તાઓ સુધી પહોંચ્યું ત્યારબાદ થઈ હિંસામાં અત્યાર સુધી સાત લોકો ઘાયલ થઈ ગયા છે.માંઅથડામણોના ઘણા કિસ્સાઓ 
લાહોર - મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસાર લાહોરમાં મતદાન કેંદ્ર પર વોટ નાખ્યું
12.30 ક્વેટામાં મતદાનના સમયે બોમ્બ બ્લાસ્ટ અત્યાર સુધી 25ની મૌત
12.25 ક્વેટામાં મતદાનના સમયે બોમ્બ બ્લાસ્ટ 12ની મૌત 22 ઘાયલ 
પાકિસ્તાનના ક્વેટાની એનએ 260 નિર્વાચન કેંદ્ર પર થયેલા બમ બ્લાસ્ટમાં મરનારોની સંખ્યા 12થી વધારે થઈ જ્યારે ઘાયલની સંખ્યા 22 પોલીસ મુજબ મરનારોની સંખ્યાથી 30 થી વધારે થઈ શકે છે. પ્રત્યક્ષદર્શીના મુજબ હુમલાવાર પોલીસની ગાડીને નિશાનો કર્યો હતો પણ મતદાન માટે ઉભા લોકો વચ્ચે પડી ગયા.

ઈસ્લામાબાદ. પાકિસ્તાન માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. કારણ કે આજે પાકિસ્તાનની જનતા પોતાના નવા પ્રધાનમંત્રીને પસંદ કરવાની દિશામાં ડગ માંડી રહી છે. પાકિસ્તાનમાં બુધવારે નેશનલ અસેમ્બલીની 272 સીટો માટે ચૂંટણી થઈ રહી છે. મતલબ પાકિસ્તાન ચૂંટણી(Pakistan Election) ની કુલ 342 સીટો માટે મતદાન થશે. જેમાત્યી 272 સીટો પર સીધી ચૂંટણી થશે. જ્યારે કે 70 સીટો અનામત છે. આ ચૂંટણી પણ ખાસ છે. કારણ કે સામાન્ય ચૂંટણીમાં 171 મહિલાઓ નસીબ અજમાવી રહી છે.   આ પ્રથમવાર છે જ્યારે આ દેશમાં આટલી મોટી સંખ્યામાં સ્ત્રીઓ ચૂંટણી લડી રહી છે. આ 171 સ્ત્રીઓમાં 70 વિપક્ષ ઉમેદવાર છે. જે કોઈ પાર્ટીને ટિકિટ ન મળવા છતા પોતાના દમ પર ચૂંટણીના મેદાનમાં ઉતરી છે.  પાકિસ્તાનમાં આજે થઈ રહેલ ચૂંટણીને ધ્યાનમાં રાખતા 3,70,000 થી વધુ સૈનિકો ગોઠવવામાં આવ્યા છે.  દેશના ઈતિહાસમાં ચૂંટણીના દિવસ અત્યાર સુધી ગોઠવવામાં આવેલ સૌથી વધુ સૈનિક છે. પાકિસ્તાનની ચૂંટણી પંચના આંકડા મુજબ 3,459 ઉમેદવાર નેશનલ અસેંબલીની 272 સીટો માટે ચૂંટણી મેદાનમાં છે.  જ્યારે કે પંજાબ સિંધ બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા ક્ષેત્રીય અસેંબલીની 577 સીટો માટે 8,396 ઉમેઅવાર પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  પાકિસ્તાનમાં 10.596 કરોડ પંજીકૃત મતદાતા છે. દેશભરના 85,000 મતદાન કેન્દ્રો પર સવારે આઠ વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગઈ છે. સાંજે  છ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.  આ ચૂંટણીમાં મુકાબલો ઈમરાન ખાનની પાર્ટી અને નવાઝ શરીફની પાર્ટી વચ્ચે છે. 
 
 
આતંકી હાફિઝ સઈદે પણ લાહોરમાં પોતાનો વોટ આપ્યો હતો. તો બીજી તરફ, ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને નવાઝ શરીફની પાર્ટી પીએમએલ(એન)ના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંને પાર્ટીના કાર્યકર્તાઓ પંજાબના રાજનપુરમાં સામસામે આવી ગયા હતા.
 
પાકિસ્તાનમાં સસંદીય ચૂંટણીઓની સાથે પ્રાંતની ચૂંટણીઓ પણ થઇ રહી છે. સંસદ માટે કુલ 342 સીટો છે તેમાંથી 70 સીટો પહેલાં જ આરક્ષિત છે. એટલે કે કુલ 277 સીટો પર સીધી ચૂંટણી દ્વારા ઉમેદવાર પસંદ કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર