ભારત-પાક. મેચ પહેલાં અમદાવાદમાં 20 લાખથી વધુની કિંમતના ફટાકડા વેચાયા

શનિવાર, 14 ઑક્ટોબર 2023 (14:11 IST)
Firecrackers worth more than 20 lakhs were sold
ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ભારત યજમાની કરી રહ્યું છે, ત્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ યોજાવાની છે. ભારતને સપોર્ટ કરવા ક્રિકેટ ફેન્સ તૈયાર છે. ત્રિરંગા અને ટેટૂ સાથે ભારતીય ટીમને સપોર્ટ કરવા ભારતીય ટીમના ફેન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. મેચની બધી જ ટિકિટ વેચાઈ ગઈ હોવાથી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું છે. આજ સુધીનો રેકોર્ડ છે કે ભારત એકપણ વખત પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં હાર્યું નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભૂતકાળમાં વર્લ્ડ કપ અંતર્ગત 7 મેચ રમાઇ છે, જે તમામ ભારત જીત્યું છે. ત્યારે 8મી વખત પણ ભારત-અમદાવાદ ખાતે પાકિસ્તાન સામે મેચ જીતીને સ્કોર 8-0 કરશે, એવી આશા ભારતીય દર્શકો રાખી રહ્યા છે. અમદાવાદના રસ્તાઓ પર કાલે પાંખી હાજરી જોવા મળશે.ભારત જ પાકિસ્તાન સામે મેચ જીતશે એમ પહેલાંથી ભવિષ્યવાણી કરી ક્રિકેટચાહકોએ ભારતની જીતને મનાવવા ફટાકડા પણ ખરીદી લીધા છે. રાત્રે 11 કલાકની આસપાસ મેચ પૂરી થશે એટલે અમદાવાદના એસ.જી. હાઇવે, સી.જી. રોડ, સિંધુભવન રોડ પર આતશબાજી જોવા મળશે.

ફટાકડાના વિક્રેતાઓને દિવાળી પહેલાં ફટાકડાની સારી ઘરાકી થઈ રહી છે. ભારત-પાકિસ્તાન મેચને લઈને લોકો ફેન્સી ફટાકડા ખરીદી રહ્યા છે, જેમાં સ્કાયશોટની માગ વધુ છે. આકાશમાં જઇને રોશની ફેલાવતા આ ફટાકડામાં 50 શોટ, 60 શોટ, 120 શોટ, 240 શોટ એમ વેરાઇટીઓ હોય છે. જેમ શોટ વધતા જાય એમ એની કિંમત પણ વધે છે. 120 શોટ 12 મિનિટ સુધી ચાલે છે. આ ઉપરાંત 1000 શોટ પણ આવે છે, જેની કિંમત 20 હજાર રૂપિયા હોય છે. જ્યારે બોમ્બની અંદર મિર્ચી, 555, નાઝીની માગ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર